ઉતાવળ
મળવાની ઉતાવળ જો એમની,રાતે શમણે આવ્યાં
રાતને પણ ડૂબાડી દીધી દિવસના આલિંગનોમાં...
પલળવાની ઉતાવળ જો એમની,માવઠું બની આવ્યાં
ના વાયદો-વાત ને મૌસમને નિલામ કરી આવ્યાં...
પીવાની ઉતાવળ જો એમની,હોઠે મધ ઢળી આવ્યાં
હોઠે જામ ભરેલાં શીશાથી મહેફિલ લઈ આવ્યાં
જોવાની ઉતાવળ જો એમની,નૈણે બ્રહ્માંડ લઈ આવ્યાં
તિમિરમાં ચાંદની સવારી તારાની જાન જોડી આવ્યાં...
"પિયુ" ઝંખના ઉગાડી હૈયૈ ફાગ ખીલવી આવ્યાં
ખુદમાં રાખી ક્રિષ્ણા રાધાને સમાવી આવ્યાં...
શોધવાની ઉતાવળ જો એમની,દૂર દોડી આવ્યાં
તારા કિનારે રહી "અવધિ" ખોટા ઝાંઝવામાં ભટકી આવ્યાં !
સીમા પરમાર " અવધિ "