જીંદગી મેં તારા કેટલાય રૂપ જોયા છે
એ વાતથી અચરજ છે!
વાહ!બહુરૂપી નથી છતાંયે
કુશળતાથી કરામત કરી છે
એક પળે દેખાય છે,
હસતી મૌકિતક પંકિત દર્શાવતી
હજુ માણું-...મનમાં ઉતારુ
ત્યાં.....તું રૂપ બદ તી
બીજી પળે જોઉતો
નજરે પડે છે રડતી નયન બેલડી
મોતી ઝરતી....
કર લંબાવું. મોતી સંચિત કરવા
ત્યાં તું રૂપ બદલતી
બીજી પળે જોઉ છું વિચારમાં ડૂબેલી
હજુ આવું તને તટ લાવવા
તાયાં ...તું.રૂપ બદલતી!