અમેરિકાના કેલીફોનીયા રાજયમાં એક ધોળી સ્ત્રી ઘરે મહેમાન હોવાથી એક નાની દુકાનમાં ચિકન લેવા ગઇ હતી..ફ્રેશ તાજા તાજા ચિકન હતા તો તેને બે ચિકન ખરીદવાનું નકકી કર્યુ પછી તેને પોતાનો ઓડર દુકાનદારને આપ્યો..
દુકાનદારે બંન્નેય ચિકન કાપીને ધોઇને એક પ્લેટમાં મુકયા..ત્યાર બાદ તે ચિકન પેક કરવા માટે અંદર પેકિંગનો સામાન લેવા સ્ટોર રૂમમાં ગયો...આ બાજુ પેલી ધોની સ્ત્રીએ પેમેન્ટ કરવા માટે પોતાના ખભા ઉપર લટકાવેલુ પર્સ ખોલ્યુ પરંતુ જેવુ તે પર્સ ખોલતી હતી ત્યારે સામે પડેલી પ્લેટમાં મુકેલા ચિકન જોઇને હેતબાઇ ગઈ..ને તેનાથી એક ચીસ મોઢામાંથી નીકળી ગઈ અરે આ શુ થાયછે! ખરેખર એક પ્લેટમાં મુકેલા ચિકનમાં કદાચ જીવ આવી ગયો હોય કે રહી ગયો હોય તેમ પેલું ચિકન ખરેખર પ્લેટમાં હાલી રહ્યુ હતું સાથે સાથે પ્લેટની અંદરથી બહાર નીકળી ને ટેબલ ઉપર ચાલવા લાગ્યુ હતું આ જોઇને તરત તેને પોતાના મોબાઈલમાં આ સીન શુટ પણ કર્યો હતો ને તેને જાહેર મિડીયામાં વાયરલ પણ કર્યો છે..જે ઘણા લોકોએ જોયો પણ હશે...મે પણ જોયોછે ને મને જરાપણ મેજીક લાગતું નથી..
ખરેખર કાપેલા ચિકનમાં આગળની અડધી બે પાંખ ને કપાયેલા તેના નાના પગ વડે તે ચાલવાનો પ્રયાસ કરેછે ત્યારે બાદ ટેબલની કિનારી ઉપર વધુ જગ્યા ના હોવાથી તે થોડુક ચાલીને નીચે ભોંય ઉપર પડેછે ને પછી તરત ઉતારેલ વિડીયો કટ થઈ જાય છે..આ જોઇને ઘણા લોકો એ કોમેન્ટ કરી છે કે કોઇએ બધી બાજુ દોરીઓ બાંધેલી હશે ને તેઓ એક સાથે ખેંચતા હશે! ભાઇ આ વિડીયો અમેરિકાનો છે..જો ભારતનો હોત તો કદાચ માન્યામાં આવે કે આવુ કદાચ ભારતમાં થાય એ શકય બની શકે...પરંતુ અમેરિકા જેવા દેશમાં કોઇ આવુ કરવાનું વિચારે પણ નહિ...કયારેક આવુ બની શકેછે..કારણકે આપણે કોઇ જીવને મારીને મારી નાખતા હોઇએ છીએ ત્યારે તે ઘણીવાર મરી ગયા પછી પણ તેના અવયવો હલનચલન કરતા હોયછે..જેમ કે ગરોળીની પૂંછડી જયારે કપાઇ જાયછે ત્યારે તે ઘણા સમય સુધી પડી પડી હાલતી હોયછે..આવા તો ઘણા જીવજંતુઓ હોયછે જે મરી ગયા પછી તેના અંગો અમુક સમય સુધી તેમાં જીવ રહેતો હોયછે પછી તેની અંદરથી બહાર નીકળી ગયા પછી તે નિર્જીવ બની જાયછે...શરીરમાં રહેલો જીવ જ એક એવા પ્રકારનો છે..કે જયારે શરીરને વધુ નુકસાન થાય તો તે તેની અંદર વધુ રહી શકતો નથી ને તરત બહાર નીકળી જાય છે...પછી આપણે તેને કહીએ છીએ કે બસ હવે તે મરણ પામ્યા...
કયારેક આમ ઘણીવાર થઈ જતુ હોયછે કારણકે કુદરતને સમજવી એટલી માનવ માટે આસાન તો નથી હોતી...