*બાળપણની મજા*?
ચાલોને બાળપણની અે મજા ફરી માણી લઈએ,
ધોધમાર વરસાદમાં થોડા પલળી લઈએ.
શૈશવની અે શેરીના વહેતા પાણીમાં,
ફરી અેકવાર આપણી અે કાગળની હોડી તરાવી દઈએ.
વાદળોથી ઘેરાયેલા અે સૂરજમાં,
અેક પ્રકાશના કિરણની રાહ જોઈ લઈએ.
મેઘના અે ગડગડાટ અવાજ સાથે,
થોડો બીકનો અહેસાસ કરી લઈએ.
ઘરના અે અંધારા ઓરડામાં,
બા ની ચકા-ચકીની વાર્તાઓ સાંભળી લઈએ.
પવનની સાથે ડોલતા એ વૃક્ષોમાં,
પ્રકૃતિની સુંદરતાને માણી લઈએ.
વરસાદના આગમનથી થનગનતા એ મોરની જેમ,
જીવનમાં પણ થોડો થનગનાટ કરી લઈએ.
કોયલના એ મધુર સ્વર સાથે,
"આવ રે વરસાદ" નું સ્મરણ કરી લઈએ.
સોની પ્રિય એ ભીની માટીની સુવાસને,
ફરી શ્વાસમાં ભરી લઈએ.
રેનકોટ ને છત્રીને છોડીને,
ચાલો, ભીતરથી થોડા પલળી જઈએ.
બાળપણના એ જૂના મિત્રોને સાદ કરીને,
ખાબોચિયાંમાં છબછબિયાં કરવાનો આનંદ માણી લઈએ.
શાળાએથી છૂટતા અેકાએક વરસી જતા,
એ વરસાદની મજા ફરી માણી લઈએ.
બાળપણની આ "અવિસ્મરણીય" યાદોને,
ચાલોને, ફરી એકવાર તાજી કરી લઈએ.
?*NIVU JAIN*?
?☔Happy Monsoon☔ ?