' વ્યસન '
✨ ✨
નિરાશાને ખંખેરવા બે હોઠની વચ્ચે બંધ સિગરેટનું ઠુઠું કેટલા પ્રેમથી હોઠને સ્પર્શ કરે છે.
સિગરેટ તો હોઠને સ્પર્શ કરી ખાલી પંપાળે છે . બાકી ધુમાડો તો હવામાં ક્યાંય વિલીન થઈ જાય છે .
અને નિરાશા ????
???
એ તો ત્યાંની ત્યાં જ યથાસ્થાને અડ્ડો જમાવીને બેઠી હશે .
ચંદ ક્ષણોની મજા માટે શરીરનો ધુમાડો કરવા હોઠો વચ્ચે દબાવેલી એ સિગરેટનો અંતે તો હવામાં વિલીન થતો ધુમાડો અને સાથોસાથ શરીરનો ધુમાડો ...
સિગરેટમાંથી નીકળતા એ જ ધુમાડા ની આરપાર ધ્યાનથી જોજો .....
તમારો પ્યારો પરિવાર નજર આવશે...
અને ત્યાંથી જ તમને તમારી નિરાશાને ખંખેરવાના એવા હજારો રસ્તા મળી આવશે ...
નિરાશા એ કોઈ બહુ મોટી મુશ્કેલી નથી . બસ ઉભા થઈને પોતાની નકારાત્મકતાને ખંખેરી નાખજો .
ધીરે પગલે ડોકિયું કરતા હજારો રસ્તાઓ આપોઆપ ખુલ્લી જશે .
....અંતે એટલું જ કોઈપણ ખરાબ વ્યસન આપણા સારા અને સ્વસ્થ જીવનને ધુમાડા તરફ લઈ જાય છે .
?સ્વસ્થ રહો...
?મસ્ત રહો...