એશીયા ખંડમાં આવેલો એક દેશ છે જેનુ નામ ઇનડોનેશીયા છે તેની રાજધાની ને કેપીટલ સીટી એટલે જ નામે બાલી...બાલી ઇનડોનેશીયાનું સૈથી મોટુ શહેર છે...ને વિકાસની દ્રષ્ટીએ આપણા મુબઇ શહેરથી કમ નથી જ..ત્યા ઘણા દેશ વિદેશના લોકો તેની મુલાકાતે આવેછે..
ને આપણા ભારત દેશના પણ ઘણા જ લોકો તે દેશની મુલાકાતે જાયછે..આવી જ રીતે આપણા ભારતમાંથી ગયેલો એક પરિવાર ત્યાના બાલી શહેરની એક હોટલમાં થોડાક દિવસ માટે રોકાયો હતો...રજાઓની મજા માણીને તેઓ ભારત પરત આવતા હતા..માટે એક દિવસ તેઓ હોટલ છોડીને સીધા એરપોર્ટ આવવા નીકળતા હતા...નીચે ગાડી તેની રાહ જોઇ રહી હતી..સામાન બધો પેક થઈ ગયો હતો..તેમજ તેઓ સીડી ધીરે ધીરે ઉતરીને નીચે આવી રહયા હતા
ને જેવા રિસેપ્શન ઉપર રુમની ચાવી જમા કરાવીને હોટલની બહાર નીકળ્યા તરત એક બુમ પાછળથી આવી
સર...જરાક ઉભા રહો!
ફેમીલીએ પાછળ જોયુ તો એક માણસ હોટલના સ્ટાફ જેવો દેખાતો હતો...પરિવારના મેઇન સભ્યે પુછયુ હા બોલો..શું થયુ! કેમ અમને ઉભા રાખ્યા! સ્ટાફ બોલ્યો અમારે તમારો સામાન ચેક કરવો છે..
આ સાંભળીને પરિવાર ડગાઇ ગયો..શુ વાત હશે!બીજા ઘણા હોટલના સ્ટાફ આ ચેકીંગમાં જોડાયા..
દરેક બેગ..ખોલી ખોલીને જોઇ તો તેમાથી ઘણી બધી હોટલના રુમની ચીજો નીકળી...
ટુંકમા એક ભારતીય પરિવારે બાલીની હોટલમાથી ચોરી કરી...પરિવાર એરપોર્ટ જવા ઉતાવળમાં હતો..ફલાઈટનો સમય થઈ ગયો હતો...ને આવી પડયો એક ચોરીનો ઇલ્જામ..તો શુ એક ભારતીયને આવુ કામ શોભે છે!
ખરેખર આમાં તો ભારત દેશની ઇજજતનો સવાલ છે
શું આવી ચીજો ભારતમાં નથી!...કે આપણા જેવા બીજા દેશની હોટલમાથી આવી ચીજોની ચોરી કરવી પડે! આજે ભારતદેશનું નામ સારી દુનીયામાં..ફેલાયેલું છે જે લોકો ઇન્ડીયાના નામે જાણેછે...
ખરેખર આપણે બીજાઓ કરતા કેટલા પાછળ છીએ તે આપણે પોતે જ બીજાઓની સામે જાહેર કરીએ છીએ...
પછી કયાંથી ભારતનો વિકાસ થશે!
આ એક સમાચારછે...