હા, હું છું મદમસ્ત હવા, તું મને રોકીને બતાવ,
ન રોકાય તો ગગનમાં મારી સાથે વિહરી બતાવ!
હા, હું છું મસ્ત લહેર દરિયાની,તું મને રોકીને બતાવ,
ન રોકાય તો સાગરમાં મારી સાથે ડૂબકી મારી બતાવ!
હા, હું છું મધહોશ વરસાદની હેલી તું મને રોકીને બતાવ,
ન રોકાય તો ઝાપટું વરસાવી મારી સાથે ભીંજાઈ બતાવ!!
-કુંજદીપ.?