આજકાલ દરેક દવાખાના હોય કે નાની મોટી હોસ્પીટલ હોય પરંતુ તેઓની પાસે એકાદ તો એમ્બયુલસ તો હોયજ છે..દરદીને પોતાના ઘેર લઈ જવો હોય કે કોઇના ઘરેથી દરદીને દવાખાને કે હોસ્પિટલે લાવવો હોય તો આવી એમ્બયુલસ તો ખાસ જરુર પડતી હોયછે..
પરંતુ કોઇ હોસ્પીટલમાં એમ્બયુલસ બિલકુલ એક પણ ના હોય તો તે નવાઇ પામવા જેવુ હોયછે..
નીચે આપેલ એક ફોટામાં એક પતિ તેની મરણ પામેલ પત્નીને એમ્બયુલસ ના મળવાને કારણે તે એક ચિંતામાં ઘેરાઇ જાયછે..માટે તેના સગા દિકરાનો સાથ લઈને મરણ પામેલ પત્નીને પોતાના ઘેર લઈ જવા માટે એક અનેરો વિચાર કરેછે કે...
પોતે ટ્રોલી ઉપર ચઢીને તેની પત્નીના દરેક અંગ ભાગી ભાગીને એક થેલામાં જમા કરેછે..જેથી તેને પોતાના ખભે નાખીને ઘેર લઈ જવા સરળતા રહે..
ને તે આમ સાચે જ કરેછે પણ ખરો.
તો આમાં આપણે કોને દોષ દઇશું!
હોસ્પીટલવાળાઓને..
કે મરણ પામેલ પત્નીના પતિને!
જે પત્નીએ તેને આખી જીંદગી રાખ્યો હોય..ખવડાવ્યો હોય..તે તેના મરણ પછી આવી રીતે અંગો કાપી કાપીને એક થેલામાં ભરે! શુ આ જ કિંમત છે તેના હાથ પગની!
જે પત્નીએ પોતાના હાથે પતિને ખવડાવવા રોટલા ઘડયા હોય..ખેતરે પતિની પાછળ પાછળ જવા પગના ડગ ભર્યા હોય...તેને મરણ પછી આવી રીતે કાપી કાપીને જુદા કરાય!
જાણે બાવડના ઝાડના લાકડા થેલામાં ભરતો હોય..કટાક કટાક કટાક.