યાદ છે
પહેલીવાર જે જોયો હતો , એ ખીલતો ચહેરો યાદ છે
મને તારી દરેક વાત આજે પણ યાદ છે.
એ ટકરાવ , એ પહેલી વાત , પહેલી મુલાકાત , ને આંખો આંખોમાં થયેલી એ ઓળખાણ યાદ છે,
મને તારી દરેક વાત આજે પણ યાદ છે.
એ ચેટ્સ , મેસેજ , કોલ , રોજિંદા જીવનનો એ ક્રમ યાદ છે ,
મને તારી દરેક વાત આજે પણ યાદ છે.
એ આંસુ ભરેલી આંખો , છૂટા પડવાની વાતો ,ને છેલ્લી મુલાકાત યાદ છે,
મને તારી દરેક વાત આજે પણ યાદ છે.