અષાઢી બીજ ગઈ અને તહેવારોની સીઝન ચાલું થઈ. રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી, નવરાત્રી અને પછી દિવાળી પણ દોડતી આવી જશે..!
દરેક નાના મોટા તહેવાર પર તમે તમારો સુંદર ફોટો મૂકશો, બે ચાર ફિલ્ટર વાપરી વધારે સુંદર દેખાવાનો પ્રયત્ન કરશો, કરવો જ જોઈએ... બધાને સુંદર દેખાવાનો હક છે ભઈ... પણ એક વાતની મોટી મોકાણ છે!
આ રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં ઘરે ઓછું બેસી રહેવાય? બધાને મળવાનું થાય, એકબીજાના ઘરે જવાનું થાય... તહેવારોની મજા જ એમાં છે ને! હવે તમે જરાક શાંતિથી વિચાર કરી જુઓ... કોઈ ભડનો દીકરો કે દીકરી તમને તમારાં જ મોઢા ઉપર સીધે સીધું કહી જાય કે,
“તમારાં ફોટામાં તમે બહુ સુંદર લાગો છો!"
મતલબ કે સાચેસાચ તમે સુંદર નથી લગતા? કે પછી કોઈ કહી જાય,
“થોડાં ઓછાં ફિલ્ટર મારતા હોં તો... ફેસબુકના ફોટામાં જરાય ઓળખાતો/ઓળખાતી નથી!"
“હું ઓળખાઉં કે ના ઓળખાઉં તારે કેટલા ટકા, ચાંપલા/ ચાંપલી", એવું તમને કહેવાનું મન થઇ જાય પણ તમે કહો નહિ.. તમારાં ઉચ્ચ સંસ્કાર તમને રોકી લે! તમારો મૂડ ખરાબ થઈ જાય, તહેવારની બધી મજા મરી જાય...
પણ... આવું ના થાય એના માટે એક રસ્તો છે! નીચે ફોટામાં જાહેરાત આપી છે એ જોઈલો અને તમને તમારા સુંદર શરીરમાં જે ભાગે કંઈ ના ગમે એવું લાગતું હોય એની ટ્રીટમેન્ટ કરાવી લો.. સિમ્પલ!
ફોટો ફેશિયલ કે સ્કિન પોલીશિંગ કે હેર રીમુવલ કરાવ્યાં બાદ જ્યારે તમે કોઈ તમારાં સંબંધીને મળશો ત્યારે એ કંઈ નહિ કહે... બસ તમને ઈર્ષા ભરી નજરે જોતાં જ રહી જશે...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?