હું ગામમાં નાનો હતો ત્યારે આવા નેહા બહેન જેવા કપડાં તો નોહતો જ પહેરતો.ગોઠણીયે ફાટલા પહેરતો તો પણ કોઈ જોઈનો જાય તે માટે હું સંતાયને શેરીમાં ચાલતો.
પણ આ કપડાં પહેરીને નેહાજી મારા ગામમાં આવિયા હોઈ તો આ પાટલુમને જોઈને કૂતરા તેને મેકે નહીં એક વાર તો બટકું ભરી જ લે...
ફેશન છે બાપલા એમને કંઈનો કહેવાય પણ આપડે બોવ એ તરફ ધ્યાન આપવું નહીં.આપડે આપડી રીતે જીવવું બાપલા.
અને હા,આજકાલ તો પટેલ આવી ફેશન ચાલી રહી છે કે મારે છોકરો દેખાવડો જોઈએ અને ફાટેલા પેન્ટ પહેરે એવી ફેશન કરે તેવો જોઈએ.સલમાન જેવો હેન્ડસમ અને શારૂખાન જેવો રૂપાળો જોઈએ.
ઘરમાં ગાડી હોવી જોઈએ.
રમેશભાઈ તમારી પાસે ગાડી નથી? નહીં તો અમારી છોકરી તમારા ઘરે નહીં આપીએ.રમેશભાઈ તમારી પાસે મકાન નથી ?અમારી છોકરી તમારા ઘરે નહીં આપીએ.
રમેશભાઈ એ લોન પર મકાન લીધું લોન પર ગાડી લીધી છોકરાના વેવિશાળ માટે સામેથી લોકો આવા લાગીયા.એ પછી રમેશભાઈના છોકરાંનું નક્કી થયું.તમારા મોમાં બરફી રમેશભાઇએ નયનના ધામધૂમથી લગ્ન કરીયા.
#ઈન્ટરવલ ...
ઈન્ટરવલ પછી હું હવે તમને કવ એવું કોઈ તમને નહિ કહે કે નહીં કોઈ મૂવીમાં આવું દેખાડે કેમ કે એમને તો પૈસામાં જ્યુસ છે.
નવી નવી વહુને ઘરે મહિનો મજા આવી બે મહિના મજા આવી.બધા સગા વાહાલા એ બોલાવીને હોટલના રોટલા ખવડવાયા.
એ પછી ટ્રીન... ટ્રીન....ઘરે ફોન લાગીયો.
પપ્પા તમને ખબર છે.નયન અને મારા સસરાએ મકાન અને ગાડી લોન પર લીધી છે.અને તેમની માથે દેવું પણ છે.તેમની આવક એટલી છે કે તે દેવું પણ ભરી શકે તેમ નથી.પપ્પા મારે અહીં રહેવું નથી હું આવી પરિસ્થિતિમાં નહિ રહી શકું.
પપ્પા નયન કઈ કામ કરતો નથી એમને હીરામાં દલાલી પણ થતી નથી.મેં તો સાંભળું કે તે બાફેલા ઈંડા ખાય છે.રાત્રે દારૂ પીને ઘરે આવે છે.હું અહી હવે એક દિવસ પણ રહેવા માંગતી નથી.હું ઘરે આવી રહી છું.
દરેક દિકરીને મારી વિનંતી છે કે પૈસા અને ફેશન પાછળનો પડો છોકરાના સંસ્કાર પાછળ પડો.
કેમકે ફેશન લગ્નના દસ વર્ષ પછી નકામી થઈ જશે.
યુવાની ક્યાં સુધી? અને હા,જેમની પાસે પૈસા છે તેને જતા વાર પણ નથી લાગતી.અને જેમની પાસે નથી
તેને આવતા વાર પણ નથી લાગતી
માટે જ છોકરાના સંસ્કાર પાછળ પડો ફેશન પાછળ નહીં.તમે સલમાન ખાન નથી કે નથી નેહા કકર
એ બધાના ફોટા જોઈને લોકો તેમની વાહ કરશે અને તમારી આહ કરશે.
લી.કલ્પેશ દિયોરા.