લાલચ એક એવી ચીજ છે કે તેમાં ભલભલા ભણેલા કે બુધ્ધિશાળી લોકો પણ ઠગોની માયારુપી જાળમાં આવી જતા હોયછે...
ઘણા સમય પહેલા એક કિસ્સો આપણને વારંવાર મીડીયામાં જોવા સાંભળવા મળતો હતો..
એ છે કે સોનાના દાગીનાઓને ચમકીલા કરવાની ગઠીયાઓની એક તરકીબ..
કોઇ ગામનું લોકેશન હોય..બપોરનો સમય હોય..ઉનાળાની સિઝન ચાલતી હોય..ચાલુ દિવસ હોય..ઘરના લોકો નોકરી ધંધે ગયા હોય..બાળકો સ્કુલે હોય..આવા એકાન્ત સમયે કોઇ એક ઘરમાં માત્ર સ્ત્રીની જ હાજરી હોય..આવા સમયે એકથી બે જણ (ઠગ) એક બુમ પાડે છે...બેન..ઓ..બેન જરા પાણી પીવડાવશો!
ને જો એ બેન બહાર કંઇપણ નજર કર્યા વગર તે લોકો માટે પાણી ભરેલો ગ્લાસ લઇને આવે તો બસ સમજવું કે પચ્ચાસ ટકાનું કામ આ ગઠીયાઓનું તો થઇ ગયું..સમજો
પાણી પીધા પછી આવા ગઠીયાઓ એવી તે મીઠી બોલી બોલેછે કે સામેની વ્યકતી તેની જાળમાં આરામથી ફસાઈ જ જાયછે...પછી તે જે કંઇ કહે તે કરવા પેલા બહેન તૈયાર થઇ જતા હોયછે...આજ તો એમની એક નૌટંકી હોયછે..
આવા લોકો બે દિવસ આવા ઘરોની રેકી કરતા હોયછે કે ઘર એકાન્તમાં હોય..કે જેથી ભાગવામાં સરળતા રહે..
પછી જ તેઓ એક દિવસ નકકી કરીને ઓચિંતો છાપો મારેછે.ઘરની દરેકની જાણકારી લઇ લેતા હોયછે કે ઘરમાં કેટલા સભ્યો છે! કોણ કોણ કેવા સમયે બહાર જાયછે! ને કયારે તેઓ પાછા આવેછે!...જેથી તેમનું કામ આસાનીથી પાર પડી શકે...
શહેરની સ્ત્રીઓ જરાક ચબરાક હોયછે પણ ગામડાઓની સ્ત્રીઓ જરા ભોળી ને હસમુખી હોયછે..માટે તેઓ આવા ઠગ લોકોને જલદી પારખી શકતી નથી...તેથી તે આવા લોકોનો જલદી શિકાર બની જતી હોયછે...માટે આવા લોકોથી જરાક સાવધ રહેવું જરુરી છે...
એક ના બે કરવા, સોનાના દાગીનાઓને પોલીશ કરી આપવી, ગેસ કે ઇલેકટ્રીક કનેક્શન ચેક કરવાના બહાને ઘરની અંદર દાખલ થઇને પછી સ્ત્રીને બેભાન કરીને આખુ ઘર સાફ કરી નાખવું...વગેરે.
આવા લોકો કયારેક ગુજરાત પણ હોયછે તો કયારેક ગુજરાતની બહારના પણ કયારેક હોયછે...આ લોકો કયારેય ગુજરાતી ભાષા બોલતા જ નથી..ફકત હિન્દી ભાષા જ બોલતા હોયછે...
તો વાત થઇ એક બીજા સાથેની છેતરપીંડીની..
પરંતુ આપણે વાત કરવી છે શેરીમાં કે ગલીઓમાં રમતા નાના નાના બાળકોની...કે તેમને જરાય ભાન હોતું નથી કે સામે વયકતિ કોણ છે!..
બસ એક ચોકલેટ કે કેન્ડીની લાલચમાં આવી જઇને તેની સાથે સાથે ચાલી નીકળે છે કે જયાં એકાન્ત જગ્યા હોય..કોઇની અવર જવર ના હોય...બસ પછી થાયછે તેના નાપાક ઇરાદાઓની શરુઆતો...આગળ તો પછી વધુ તમે જ સમજી શકોછો...!
માટે દરેક બાળકોના માતાપિતાએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે ખાસ તો બપોરના સમયે તમારા બાળકોને ઘરની બહાર રમવા મોકલવા ના જોઇએ...
કારણકે આવા બપોર જેવા સમયમાં જ અપહરણ કર્તાઓને વધુ અનુકૂળતા રહેતી હોયછે...
જે કંઈ થાય છે તે બપોરના સમયમાં જ થતું હોયછે...
કારણકે શેરીના કે મહોલ્લાના કે રોડ રસ્તાઓ ઉપર જતા આવતા લોકોની હાજરી પણ ઓછી રહેતી હોયછે...
આપણે ચાલાક બનીને જેટલા આપણા બાળકોને સાચવીશુ તેટલો જ આપણને વધું લાભ ને ફાયદો રહેશે..નહિ તો એક દિવસ આપણને પણ રડવાનો વારો આવતા વાર નહીં લાગે!
માટે જ Care childs...