જ્યારે પીડા ખુદ મારાથી થાકે છે,
ત્યારે શબ્દો મારા કાગળને વાગે છે.
રડતો હશે કુદરત જ્યારે માણસ ,
પોતાના દોષ એના પર નાખે છે .
ને પુછો ક્યારેક એ ઘરડા દાદાને,
વર્ષો જુનો રેડિયો સાથે કેમ રાખે છે.
અને દેખાડો જો અરીસો કોઈને,
તો જલ્દી તમારાથી દુર ભાગે છે.
જેની પાસે બધું છે એ પણ અહીં,
એકબીજાનો સાથ કેમ માગે છે?
- કવિન શાહ