Gujarati Quote in News by Harshad Patel

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયારેક મનમાં ધારેલી ઇચ્છાઓ પણ પરિપૂર્ણ થાય જ છે કે જયારે આપણુ મન તેને પરિપૂર્ણ કરવા સમયે ચોક્કસ મક્કમ હોય...
ઘણા લોકો કહેછે કે આશા સદા નિરાશા..પણ આ વાત સાચી નથી તે એવા જ લોકો કહેતા હોય કે જે ખાલી જીભે જ જોર લગાવતા હોયછે પણ એક મનનો સાચો વિશ્વાસ હોય ને દિલમાં કંઇક કરવાની તમન્ના હોય તો તે સમય દુર નથી હો તો આપણાથી..!
પરંતું તેને માટે આપણે એક સખ્ત સંઘર્ષ કરવો જરુરી હોયછે..તેના માટે જીવનમાં ઘણા ચઢાણ ઉતાર આવતા હોયછે પરંતું તેનાથી હિંમત તુટવી ના જોઇએ પણ તેનાથી વધુ ને વધુ પ્રયત્ન કરતા રહેવું જોઈએ..તો જ તમે ધારેલી મંઝીલે પહોચી શકો...
બંગલો આમજ નથી બનતો પરંતું તેને બનાવવા માટે પૈસાનું ખાસ યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરવુ પડેછે..ત્યાર બાદ તેને બનતા અંત સુધી એક કાળજી પણ રાખવી પડેછે...ત્યાર પછી જ છ મહિને કે વર્ષે તે તૈયાર થતો હોયછે..એટલે કે કોઇપણ કામ માટે એક અટુટ નિર્ણય પણ જરુરી છે...
મુંબઇ ઇન્ડિયાનું એક મોટું શહેર છે તેને દેશનું એક કેપીટલ શહેર તરીકે પણ ઓળખાય છે...ત્યા રોટલો મળેછે પણ ઓટલો નથી મળતો...ત્યા ભણેલાને પણ કામ મળતુ હોય છે ને જે અભણ હોય તેને પણ કામ મળતુ હોય છે...પણ રાતે ઉઘ લેવા સરખી જગ્યા નથી મળતી...ઘરની તો વાત જ નહિ કરવાની..કરોડોની લેવેચ થતી હોયછે...એક ફૂટ જમીનનો ટુકડો પણ લાખોના હિસાબે તેની ગણતરી થાયછે...
મુંબઇમાં રહેતી ને એનજીનરીગ ભણેલ એક છોકરીને એક ગજબનો શોખ હતો..આટલુ ભણેલ હોય તો માણસને ટેબલ ખુરશીની નોકરી ત્યા આરામથી મળી શકેછે..પણ તેને તે કરવી ન હતી તેનો શોખ હતો..મુંબઇના રોડ ઉપર ફરતી બેસ્ટની લાલ બસ ચલાવવાનો...જે તેનો નાનપણથી જ શોખ હતો..આ માટે તેને દરેક પરિક્ષાઓ આપીને હેવી પેસેન્જર લાઈસન્સ પણ કઢાવી લીધું..પછી તો થોડાક દિવસો પછી તેને આવી લાલ બસ ચલાવવાની(ડ્રાઇવરની) જોબ પણ મળી ગઇ...આમ તેને ધીરે ધીરે બાળપણમાં સેવેલું સપનું સાકાર કર્યુ..ને આજે તે મુંબઇના આલીશાન રોડ ઉપર તે બિનધાસ્ત બેસ્ટની લાલ બસ ચલાવેછે..
ના શરમ કે ના કોઇ સંકોચ..
છોકરીની જાત! પણ એમાં શું થયું! તે પણ એક માણસની જાત તો છે...આજે સમય ઘણોજ બદલાઇ ગયો છે જે કામ અત્યાર સુધી પુરુષો કરતા હતા તે જ કામ આજ સ્ત્રીઓ કરતી થઇ છે...
પ્લેન, ટ્રેન, કાર, બસ, ટ્રેક્ટર, બાઇક..દરેક સાધન આસાનીથી તેઓ ચલાવી શકેછે..
કદાચ...એક દિવસ ઘરમાં જમવાનું બનાવવાનું કામ પુરુષના હાથમાં આવે તો જરાય નવાઇ ના પામશો..
કારણકે એ દિવસો પણ હવે દુર તો નથી જ....અત્યારથી જ પ્રેક્ટીસ કરવી તેમાં જ આપણી ભલાઇછે...
હા..હા..હા...?
જમાનો હવે બદલાઇ રહ્યો છે..

Gujarati News by Harshad Patel : 111215866
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now