લાગણીના ઉપવનમાં લૂણો કેમ કરીને લાગ્યો?
હું કયાં કેમ રહી ગયો ઉણો?...લાગણી
માગણીની મોસમ તો લૂમી ઝૂમી'તી
પૂરી કરવામાં કયાંક રહયો છું અધૂરો....લાગણી.
મહેરામણને કાંઠે તો લહેરો આવે
મોતી શોધવા જવું પડે તલ તારે...લાગણી
મબલખ લાગણીઓના ઉડયા લીરાં
સવાલ એ છે કે જીવવું હવે કોના સથવારે?...લાગણી
માંડ કરીને જાત સલામત રાખી છે
છતાંય દહેશત છે કે કોઇ આવીને ઘેરી લેશે..લાગણી.