લખતો જા......
આ સફેદ જીવનના કાગળ પર, ગુપ્ત નામ લખતો જા,
બદલાય મારા જીવનની રેખા, એવું નક્ષત્ર ઘડતો જા.
તારા જ શબ્દની વાણીના ગિતારમાં, મૌન સૂર મારુ પૂરતો જા,
મારા સપનાંની દુનિયાનો તું છે રાહી, બસ રાહ મારી બનતો જા.
આ વાસ્તવિકતાની ગૂંચવણમાં, સહેજ અર્થ તારો કહેતો જા,
કહેવું ઘણું છે તારી મૂક વાચાને, શબ્દ થકી નિરુત્તર કરતો જા.
લખવી છે કવિતા, જ્યાં ઇંતજાર છે તારી કલમરૂપી શબ્દનો,
બસ, આ કવિતામાં તારી કલમે, વિશ્વાસ મારો મુકતો જા.
- પરમાર રોહિણી " રાહી "