'મને લાગ્યું'...,
'મેઁ માન્યું'...,
'મેઁ ધાર્યું'...,
'મને થયું કે'...,
'મેઁ વિચાર્યું કે'...,
આ બધી આપણાં મગજમાં ચાલતી શતરંજ છે
આમાં સામેનાં માણસ ને લેવાદેવા નથી.
આપની ભીતર આપણે એકલાં જ યુદ્ધ કરીએ છીએ.
માની લીધેલી કેટલીક બાબતો,
જે આપણે સામેનાં માણસને કહી જ નથી.
એને જે વાતની ખબર જ નથી.
એ પ્રમાણે જો એ ન વર્તે,
તો એ વિશેની ફરિયાદ કેવી રીતે હોઇ શકે?