વરસાદને વચમાં લાવશો નહિ ,
ખોટા બહાનાઓ કાઢશો નહિ .
ઇચ્છા પલળવાની હોય તમને ,
કોરા રહેવાનું વિચારશો નહિ .
જાણું છું ટેવો જૂની તમારી ,
કરશો ગમે તે પણ ફાવશો નહિ .
સઘળુંં તમારૂં આ છે કહીને ,
અમને કદી આમ ફસાવશો નહિ .
અમને ખબર છે , નફરત કરો છો ,
ચુંબન કરી પ્રેમ જતાવશો નહિ .
આજે અમે જઇશું દૂર તમથી ,
'સોરી' કહી કોઇ મનાવશો નહિ .
છેલ્લી સલામ તમોને છે 'જશ' આ ,
અમને કહી એવું , બનાવશો નહિ .
જશુ પટેલ
૦૧-૦૭-૨૦૧૯
બોસ્ટન , અમેરીકા
ગાગા લગાગા ગાગા લગાગા