News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
એઇડ્ઝ એ બહુ ખતરનાક બિમારી છે..એકવાર તેના વાઇરસ શરીરમાં પેસી જાય તો તે અંદરથી શરીરને બીલકુલ ખોખલું કરી દે છે...
તેની દવાઓ ઘણીબધી બજારોમાં મળે છે પણ તે દવાઓથી આ રોગ સદંતર મટી શકતો નથી..થોડીક રાહત જરુર આપેછે પરંતું તે એક દિવસ જીવ પણ લઇ લે છે..
તમારુ શરીર કેટલું સશક્ત છે તેની ઉપર તેનો આધાર હોયછે નબળા શરીર વાળાઓને તે જલદી અસર કરે છે...
ઇંગ્લીશમાં તેને HIV પોઝેટીવ કહેવાયછે
આ બિમારી કોઇ એકને થઇ હોય તો કોઇ સલામતી વગર નર કે નારી એકબીજાના સંપર્કમાં આવે તો જ થતી હોયછે..પછી તે આગળ ને આગળ વધતી જાયછે.
હાલ આ બિમારી આફ્રીકાના ઘણા જ દેશમાં ફેલાયેલી છે...
કહેવાયછે કે આ બિમારીનો જન્મ આફ્રીકાના કેન્યા દેશમાં થી થયો હતો..હાલ આખા આફ્રીકા ખંડમાં આ બિમારી ફેલાયેલીછે હવે તો ઇન્ડિયામાં પણ ફેલાઇ ગઇછે...માણસના શરીર ઉપરથી કયારેય ખબર પડતી નથી કે આ વ્યકતી એચ આઇ વી ગ્રસ્તછે કે નહીં! તેની ખબર તેના લોહીની ચકાસણી કર્યા પછી જ ખબર પડેછે..
માટે જે લોકો વધુ ફરતા હોય ને સલામત ના રહેતા હોય તેમને ખાસ લોહીની ચકાસણી કરાવવી જોઇએ..જેથી કરીને કોઇ બીજાની જીંદગી દુ:ખી ના થાય...
અમદાવાદની એક એચ આઈ વી ગ્રસ્ત સંસ્થામાં એક નાની સોળ વર્ષની છોકરીને આ બિમારી લાગુ પડેલછે..તેને ખબરછે કે મને આ બિમારી છે પરંતું તેની એક જ ઈચ્છા હતી કે હું ભવિષ્યમાં પોલીસ ઇન્સપેકટર બનીશ..ને હવે તે શકય નથી પણ આ તેની ઇચ્છા પ્રબળ બને તે માટે તેની સંસ્થાના ઉપરીએ એક પોલીસ સ્ટેશનમાં જઇને ત્યાના હેડને આ અંગે બધી વાત કરી ને તેમને તે છોકરીની આ ઇચ્છા એક દિવસ માટે પુરી કરવા મંજુરી પણ આપી..દીધી
પછી આ છોકરીને તેની ઇચછા પુરી કરવા માટે એક દિવસ નકકી કરીને તેને પોલીસ ડ્રેસ પહેરાવ્યો ને તે પહેરીને સવારે બધાની જેમ પોલીસ સ્ટેશન ઉપર આવી ને જયારે તે અંદર દાખલ થઈ ત્યારે ત્યાંના દરેક સ્ટાફે સાચે જ પોલીસ ઇન્સપેકટર છે તેમ સમજીને બધાએ હસીને સેલ્યુટ પણ મારી..
તેને બેસવા માટે એક ખાસ ટેબલ પણ આપવામાં આવ્યુ પછી ઓફિસના ઉપરી પોલીસો સાથે તે શહેરની લટાર મારવા પણ ગાડીમાં બેસીને ગઇ જેને આપણે તેમનુ સીટી ચેકીંગ કહીએ છીએ..જેમ દરેક પોલીસો રોજબરોજ તેમની ડયુટીમાં કરતા હોયછે..
આમ તેને એક દિવસ માટે મહિલા પોલીસ ઇન્સપેકટર બનાવીને તેના મનની ઇચ્છા પુરી કરી દીધી છોકરી આ તેની ઇચ્છા પુર્ણ થયા પછી ઘણી ખુશ પણ થઇ ને પછી સાંજે તેને એક ખુશી સાથે સૈએ પોલીસ સ્ટેશનમાંથી ઘેર જવા વિદાય પણ આપી...
આમ આ છોકરીની મહિલા પોલીસ ઇન્સપેકટર બનવાની ઇચ્છા પુરી થઇ...
આવી હતી તેની એક અંતિમ મહિલા પોલીસ ઇન્સપેકટર બનવાની ઇચ્છા...કદાચ પછી પુરી થાય કે ના થાય..