Mast Gazal...
☺ ☺ ☺ ☺ ☺
પૂર્ણ છું, સંપૂર્ણ છું, ક્યારેય અધકચરો નથી,
સાવ સીધો ને સરળ છું, ક્યાંયથી અઘરો નથી.
હાંસિયા પાડીને જીવો તો ભલે જીવો તમે -,
આપણે સીધું લખ્યું છે ક્યાંય પણ ફકરો નથી.
હું અગર પ્રગટીશ ઈશ્વર એ જ રૂપમાં આવશે -,
સાવ નવરોધૂપ રસ્તામાં પડ્યો પથરો નથી.
પેઢી દર પેઢીના ધંધા જેવા આ સંબંધમાં -,
છે ઘરાકી બહુ પરંતુ સ્હેજ પણ વકરો નથી.
છે સ્મરણની ભીંત પર લીટા થયેલા એમના,
એ અવાજો છે અવાજો, કોઈનો કચરો નથી.