સુરત શહેરમાં તક્ષશીલા નામે આવેલ બીલ્ડીંગમાં આગ લાગ્યે આજે એક મહિના જેવો સમય થઇ ગયો..આ બિલ્ડીંગમાં એક શોર્ટ સર્કીટના કારણે ભયંકર આગ લાગી હતી..તેના બિલ્ડીગમાં આગ લાગવાથી ટ્યુશન ક્લાસમાં બેઠેલા ઘણા બાળકોમાંથી આશરે બાવીસ જેટલા બાળકો બિલ્ડીંગની બારીમાંથી કુદીને નીચે પડવાથી મરણ પામ્યા હતા..તો ઘણા બળીને ઉપર જ ભરથું થઇ ગયા હતા...
આજ એક મહિના જેટલો સમય વિતી ગયો છે ઘણા તેને યાદ કરતા હશે તો ઘણા તેને વહી જતા સમયની સાથે ભુલી પણ ગયા હશે...
સમય યાદ પણ અપાવે છે ને સમય ભુલાડી પણ શકેછે..
જે યાદ કરેછે તે છે તેમના સગા માતાપિતા કે તેમના નાના મોટા ભાઇ બહેન..
કેમ કરીને પોતાના તે સંતાનોને ભૂલાય! કે જેઓ મજબુરીથી કુદી કુદીને બચવાની આશા સાથે નીચે કુદી પડયા હતા..પણ તેમને એવી કયાં ખબર હતી કે ઉપર પણ મોત જ હતું ને નીચે પણ મોત જ હતું..બચવું એટલું સહેલું પણ ના હતું...
આજ સવારે મરણ પામેલ સૈ બાળકોના માતાપિતા આ જગ્યાએ આવીને તેમના ફોટા સામે દિવો અગરબતી ને ફુલમાળા ચઢાવીને રડતા ચહેરે તેમના સંતાનોને શ્રધ્ધાંજલી આપી હતી...
તેમને યાદ કર્યો એ ગોઝારો ને કાળમુખી દિવસ કે જે તેમના સંતાનોને ભરખી ગયો હતો..હાથમાંથી છીનવાઇ ગયા હતા તેમના પ્રેમાળ બાળકો..
કેવા કાલા કાલા વચનો આપીને તે દિવસે ઘરેથી ગયા હતા..
મમ્મી હું બપોરે તો ઘરે આવી જઇશ તો મારા માટે આ બનાવજે...હો
પપ્પા તમે મને લેવા ના આવશો હું મારી ફરેન્ડ સાથે ઘરે જલદી આવી જઇશ...હો
પણ ના તેઓ ફરી પોતાના ઘરે કદી ના આવ્યા પણ તેમની મરેલી અર્થી જ માત્ર આવી તે પણ તેઓ તેમનું ઘર જોઇ ના શકયા કે તેમના માતાપિતા કે તેમના ભાઈ બહેનને પણ જોઇ ના શક્યા..બસ માત્ર તેમનું નિર્જીવ શરીર જ આવ્યુ એક અંતિમ વિધી કરવા માટે...
આવો હતો આ તક્ષશિલાનો અગ્નીકાંડ..
આજે પણ આપણે નીચે પડતા બાળકોના ફોટા કે વિડીયો જોઇને દિલ સૈનુ દ્રવી ઉઠે છે...ને વિચારીએ છીએ કે કાશ આવી ઘટના ફરી કયારેય ના બને ને સૈ બાળકો પોતાના ઘેર સલામત પરત ફરે...પોતાના પ્રેમાળ માતા પિતા પાસે...પોતાના ભાઇ બહેન પાસે..
પણ સમય સમયનું કામ કરેછે એકવાર તો સૈએ જવાનું જ છે બસ તેના માટે એક સચોટ કારણ જ જોઈએ...
કે કોઇ કુદીને મરી ગયું..કે કોઇએ ગળે ફાંસો ખાધો..કે કોઇએ કુવો પૂર્યો..તો કોઇએ ઝેર ઢોળ્યુ...બસ દરેકના મોતની પાછળ એક કારણ જ જવાબદાર હોયછે..કારણ વગરનું કોઇનું મોત હોતું જ નથી.