નામ કરીશ હું રોશન તમારું મને આભ માં ઉડવા તો દો,
જોયા છે જે સપનાં તમે મને સાકાર એને કરવા તો દો,
ખુશી થી ભરી દઈશ જીવન તમારું મને રંગમાં રંગાવા તો દો,
લાડકી છું હું પપ્પા તમારી મને મન ભરી ને જીવવા તો દો.
આવીશ હું અવ્વલ કક્ષા માં મને એમાં ડગલાં ભરવા તો દો,
ફૂલ છું તમારા આંગણા નું મને ડાળી પર ખીલવા તો દો,
ઝગમગાવિશ ઘર ને આપણા મને ઘર નો દિવો બનવા તો દો,
લાડકી છું હું પપ્પા તમારી મને મન ભરી ને જીવવા તો દો.