ભરુચ શહેરના કોઇ બાજુના ગામમાં આજકાલ એક ભય ફેલાયેલો છે..
આખું ગામ જયારે રાત પડે છે ત્યારે પોતપોતાના ઘરમાં પેશી જાયછે..
બજાર..મકાનની ગલીઓ બધું એકદમ શાંત પડી જાયછે..કારણકે રાતના અગીયાર વાગ્યા પછી ભયમાં ઓર વધારો થતો જાયછે..જેમ જેમ રાત વધતી જાયછે ત્યારે દરેક ઘરની બારીઓ જરા ખુલી કરીને દરેકની નજર રોડ કે ગલી ઉપર પડતી હોયછે..
ને મોમાંથી એક જ શબ્દ નીકળી જાય છે કે હમણાં તેઓ આવશે..કોણ...!
એક ભયાનક ઉંચી લાંબી કાળી આક્રુતિ...
કોણ હશે તે..તે કોઇ નથી જાણતું! દેખાય છે તે પણ ભયાનક અંધકારમાં થોડીક જ વારમાં તે ફરી ગાયબ થઈ જાય છે..
આવો કંઇક ભય ત્યાં રહેતા ગામવાસીઓને રોજબરોજ સતાવ્યા કરેછે.
દરેક જણ ગભરાય છે.. નાના મોટા સૈ..પુરુષ સ્ત્રી બાળકો..
આથી ગામવાસીઓએ સૈ સલામત રહે તે માટે ગલીના પાંચ થી પંદર લોકો એક ગ્રુપ બનાવીને લાકડીઓ સળીયા જેવા હથિયારો લઇને આખા ગામની ફરીને રખેવાળી કરતા હોયછે...
દરેક મહોલ્લે બસ એકજ બુમ પડે છે.. જાગતે રહો.
આજ આમ પંદર દિવસથી ચાલી રહ્યુ છે..સમજાતું નથી કે કોણ છે આ લોકો ને શું કરવા માગેછે!
ચોરી! લુંટફાટ! કે પછી બીજું શું દહેશત!
આ લોકોએ પોલીસ સ્ટેશને પણ ફરિયાદ કરીછે માટે પોલીસે પણ એક ટીમ બનાવી ને તેઓ પણ આ ગામવાસીઓને પુરો સાથ સહકાર આપી રહીછે..પણ છેવટે પરિણામ શુન્ય..જ મળેછે..સવારે બધું ઠીઠઠાક જણાયછે.
આ લોકો કોણ છે ને શું કરવા માગેછે તે જ કોઇને સમજાતું નથી..
કયારેક દેખાય છે ને પછી ઘડીવારમાં તો તે અદ્રશ્ય પણ થઇ જાયછે તો કયારેક તે દોટ મુકીને અંધારામાં ચાલ્યા જાયછે...
ખરેખર આ લોકો માણસ હશે કે પછી!..કહેવું કંઇક અઘરું જણાય છે..
દેખાય છે પણ પકડાતું નથી..પકડવા જાય તો અલોપ થઈ જાયછે અથવા તો હરણફાળ ભરીને અંધારામાં ગાયબ થઈ જાય છે...
આવુ જ ઘણા વરસો પહેલા ચરોતરવાળા ગામડાઓમાં પણ આવો એક ભય ફેલાયેલો હતો..તે સમયે પણ આમ જ એક સાથે પચ્ચીસ જણનું ટોળું રહેતું હતું..રાત થાય ત્યારે તેઓ ગામની બહારના ખેતરો કુદી કુદીને આવતા હતા..ના ચોરી કરે કે ના લુંટફાટ..શું હતો તેમનો પણ ઇરાદો! કોઇ નહોતું જાણતું..આવી રીતે તે પણ સમયે દરેક ગામના લોકો આવી નાની નાની ટીમો બનાવીને જાગતા રહેતા હતા..આ લોકો એક દિવસ આ ગામમાં તો બીજે દિવસે બીજા ગામમાં ચાલ્યા જતા હતા..ઘણા પ્રયત્નો કર્યા ગામવાસીઓએ પણ એકપણ વ્યકતી ના પકડાયો..સમયે ગયે બધું પછી ધીરે ધીરે ઠાણે પડતું ગયું..ને પછી અહીં જ વાર્તા આવી સમાપ્ત થઇ ગઇ...તે સમયે પણ અખબારોમાં રોજ પાના ભરી ભરીને આ વિશે લખાતું હતું..ના ચોરી કોઇને ઘેર થઇ કે ના કોઇ લુંટફાટ થઇ...આવી જ રીતે આ ભરુચના કોઇ એક નાના ગામમાં આમ જ બની રહ્યુ છે...
આજે આખી રાત જાગવું કોઇને પોષાય નહી ને તે પણ રોજ બરોજ..
આ પણ સમય ગયે ઠંડું પડતું જશે..સવાલ એ છે કે શું મજા આવતી હશે આ લોકોને આમ કરવાથી! અથવા શું તેમનો આની પાછળનો અર્થ હશે! તે જ સમજાતું નથી...
ખેર આજકાલ પોલીસ પણ આ ગામ લોકોને મદદ કરી રહીછે..તેથી ગામ લોકોને જરાક શાન્તિ ને વધું એક જુસ્સો પણ આવી રહ્યો છે...એક સે દો ભલે...
કભી કભી ઐસા ભી હોતા હૈ...કહી ના કહી.