*શાશ્વત*
મૃગજળોના જેમ જીવન
મનને જીવંત રાખું..
રણનો તાપ ઓગાળી હું
તનને જીવંત રાખું..
શાશ્વત છે કોઈ એકજણ સ્મરણે હયાતમાં,
અમથું આપણું સુક્ષ્મ
સ્મરણને જીવંત રાખું..
સ્વપ્ન નિહાળવાની એવી અનોખી પ્રથા સારી,
છદ્મવેશે દિવસો સુધી
શણગાર જીવંત રાખું..
નક્કી ચસોચસ વીંટળાતું, છાનું છપનું કૈંક છે,
બેઉં અસ્તિત્વ નોખાં, કૈંક
નક્કર જીવંત રાખું..
-આરતીસોની©રુહાના.!