આજે 16 જૂન ફાધર્સ ડે... ત્યારે 50 વિતાવતા મા-બાપોની આજ ની વ્યથા ની હકીકત નો ચિતાર આપતો આ કડવો લેખ... તમે આ વ્યથા માં થી ના ગુજરો તેવી પ્રભુપ્રા થના..મેસેજ પ્લેનેટગ્રીન રાજકોટ....................તમને તમારા માબાપથી શરમ આવે છે ? એકવાર સાચા દિલથી વાંચવા જેવો કડવો લેખ...............
‘’ મમ્મી, પ્લીઝ...યાર, મારા ફ્રેન્ડસ જ્યારે આપડા ઘરે આવે ત્યારે તું દર વખતે આ ઢોકળા ને ખમણ જ બનાવે છે. મેગીય પણ હવે મોર્ડન નથી રહી.
*તારી દેશી ડીશીસ મારા ફ્રેન્ડસને નહીં આપ. જયની મમ્મી તો કેટલા સરસ પાસ્તા બનાવે. દિવ્યાંગની મમ્મી એ લાસ્ટ ટાઈમ બહુ જ મસ્ત મોમોસ બનાવેલા. તું કેમ સાવ આમ ગમાર બનીને બેઠી છે...પ્લીઝ ગ્રો અપ !’’*
‘’ પપ્પા, મારી સ્કૂલમાં અંદર આવવાની જરૂર નથી. હું ગેટ પાસે આવીને ફીસ લઈ જઈશ. તમારો લુક જોઈને મારા બધા મિત્રો મને ખીજવે છે.’’
*‘’ મમ્મી, નેક્સટ ટાઈમથી હું પપ્પા સાથે ક્યાંય બહાર જમના નહીં જવું...મોટે મોટેથી ઓડકાર ખાય છે. અને કેટલા મોટા અવાજે હસે છે યાર...આઈ કાન્ટ હેન્ડલ !’’*
‘’ પપ્પા, તમે મમ્મીને કહી દો કે મારા બધા ફ્રેન્ડસના બાયોડેટા મને પૂછ્યાપૂછ ન કરે ! મારા મિત્રો સાથે બહુ ફ્રેન્ડલી થવાની જરૂર નથી. ફાલતું જૉક્સ કહીને પાછી મારા ફ્રેન્ડસ સામે એકલી એકલી હસે છે. બહુ જ એમ્બેરેસીંગ લાગે યાર !’’
*આ સંવાદ છે એ બધા સંતાનોના જેમને પોતાના માબાપથી શરમ આવે છે. ક્યાંક આ શરમ મમ્મી પપ્પાના કપડાની છે, ક્યાંક એમના દેખાવની છે, ક્યાંક એમના એજ્યુકેશનની છે, ક્યાંક એમના અનુભવની ને સ્વભાવની છે તો ક્યાંક શરમ એમની પ્રકૃતિ વિશેની છે.*
કદાચ આ વાંચનારા ઘણા માબાપ આમાંની મોટા ભાગની શરમથી વાકેફ હશે. કદાચ આ વાંચતી વખતે કેટલાક સંતાનો પોતાની અંદરનો અવાજ અનુભવી શકશે કે યેસ, અમને પણ આવી જ બધી બાબતો સામે પ્રોબ્લેમ છે !
*સંતાન તરીકે તમારી એવી લાગણી હોય કે માબાપની પસંદગી બાબતે તમને ચોઈસ નથી મળી નહીંતર તમે આવા માબાપ પસંદ ન જ કર્યા હોત. તમને ગમે એવા કલર, સાઈઝ ને તમને ગમે એવા કૂલ, મોર્ડન પેરેન્ટસ તમે પસંદ કર્યા હોત.*
બરાબર છે ! વેલ, તમારા માબાપને પણ જો સંતાન પસંદગીની બાબતે ચોઈસ મળી હોત તો આઈમ શ્યોર તમે તો એ લોકોના સંતાનો હોત જ નહીં ! માબાપને કઠેરામાં ઉભા રાખી એમની ભૂલો ગણાવતા પહેલાં એક સત્ય સ્વીકારી લેજો કે એ લોકો ખરેખર ગુનેગાર છે કેમકે એમને તમારા જેવા સંતાનોને પાળીપોષીને મોટા કર્યા છે ! પોતાના સંતાનોને પોતાનાથી શરમ આવે છે એવી બાબત જ્યારે માબાપ જાણે છે ત્યારે એમની છાતીમાં પીડાનું જે લખલખું પસાર થઈ જતું હશે એ સ્થિતિને સમજવા માટે કદાચ હું ને તમે સક્ષમ નથી.
*એક હોસ્પિટલમાં મેં સુંદર વાક્ય વાંચ્યુ હતું કે નાનપણમાં સંતાનોના કાલીઘેલી બોલી સમજી શકનારા માબાપને એ જ સંતાનો મોટા થઈને કહે છે કે તમે લોકો મારી વાત સમજી જ નથી શકતા ! માબાપનું પેઈન સમજવું હોય તો માબાપ બનવું પડે ! સંતાનો માટે જાત ઘસી નાખનારા માબાપને આખરે સંતાન એમ કહે કે તમે લોકોએ અમારા માટે શું કર્યું છે ?*
પપ્પાનું વધેલું પેટ હોય કે મમ્મીના સફેદ વાળ હોય, પપ્પાના માથા પર વધી ગયેલી ટાલ હોય કે મમ્મીના હસવાનો અવાજ હોય આ દરેક બાબત પર તમે જ્યારે એમને ટોકતા રહો છો ત્યારે એ લોકો આખી વાત હસી કાઢે છે. એ પછી સંતાનોની ગેરહાજરી પરાણે ટકાવી રાખેલું સ્મિત લપસી જાય છે ને ભવ હાર્યાનો થાક એમના ચહેરા પર તરવરતો હોય એવા દ્રશ્યો બહુ નજીકથી જોયા છે. સંતાનો થેંક્યુ કહેવામાં વર્ષોના વર્ષો કરશે પણ બ્લેમ કરવા બાબતે હંમેશા ઉતાવળા રહે છે.
*માબાપ એ શોપીંગ મૉલમાંથી ખરીદેલા શૉ પીસ નથી જેને કલર ડિઝાઈનના વેરીએશનથી ડ્રોઈંગરૂમમાં ગોઠવી શકાય. માબાપ એ એવો છાંયડો છે જે એ લોકોને વધુ સમજાય છે જેમને માથે માબાપના નામે માત્ર નિરાધારીનો કાળો તડકો છે.*
સંતાનો તરફથી કોઈ બાબત ખટકી હોય કે કોઈ વાતે ઓછું આવ્યું હોય તો માબાપ બહુ ઝડપથી પોતાની નારાજગી જતાવી શકતા નથી પણ સંતાનો મોટેભાગે ડગલે ને પગલે નારાજગી બતાવવામાં ને ફરિયાદો કરી શકવાની એક ટેવ જવા દેતા નથી.
*માબાપ સાથેના દરેક મતભેદોને ‘જનરેશન ગેપ’ જેવા રૂપકડા નામ આપીને છટકી શકાય નહીં. તમે મોર્ડન બની, ફૂલફટાક થઈને સ્વતંત્રરીતે તમારા વિચારો રજૂ કરી શકો છો એના પાયામાં તમારા જરાય મોર્ડન નથી એવા આ માબાપનું જ યોગદાન છે એ ન ભૂલો. દરેક માબાપે પોતાના સંતાનોને ભૂતકાળમાં પોતે કરેલા સંઘર્ષ વિશે વાત કરવી જ જોઈએ જેથી સંતાનો એ વાતને યાદ રાખે કે એમને જે રાજગાદી મળી છે એના પાયામાં માબાપના કેટલાય સપનાને સુખોની લાશો દટાયેલી છે. ને બાકી ખરેખર તમને તમારા માબાપથી શરમ આવતી હોય ને પરફેક્ટ માબાપ તરીકેની તમારી પોતાની ડેફીનેશન બહુ ક્લીઅર હોય તો ચિંતા ન કરો..*
વરસાદ પછી ગારો ને વારાફરતી વારો..એ હિસાબે તમારા સંતાનો તમને એ ઉજળી તક આપવા આવી જ રહ્યા છે. જીવી બતાવજો તમે પોતે ડિઝાઈન કરેલા આદર્શ માબાપ તરીકેના તમારા સ્ટેટસને !!!
????
સંબંધોના દરેક હિસાબ પ્રકૃતિ આ જન્મમાં અહીં જ સરભર કરી દે છે.
તમારા વાવેલા તમારે જ લણવા પડશે કેમકે માણસ સાચો કે ખોટો હોય શકે પણ પ્રકૃતિ હંમેશા તટસ્થ હોય છે !
???????
*કડવું લાગે તો માફ કરજો પણ સૌને share જરૂર કરજો... કોઈનાં વિચારોમા પવિત્રતા આવે, કોઈ માં બાપનાં આંસુડાઓ આ લેખ દ્વારા લૂંછી શકાય..*