?#CK ?
"કાયાની જ તો છે આ માયા "
પ્રાથના છે કે ફરિયાદ છે ?
કદાચ સમજની જ ફક્ત વાત છે.
વિચિત્ર છે બધા જ સંબંધોની આ માયા,
વગર બાંધ્યે જકડી રાખે છે આ કાયા,
કાયાની જ તો છે આ સંબંધો રુપી માયા,
માનું તો હું છું આ કાયા અને જાણું તો નથી હું આ કાયા,
માનવામાં સત્ય નથી, સત્ય તો છે જાણવામાં,
સુખ અને દુખનો આ ખેલ આખો છે જ ફક્ત એ માનવામાં, કે હું જ છું આ કાયા જેની છે આ માયા,
પણ સત્ય તો એ છે કે હું છું એવી છાયા જેની નથી કોઇ કાયા.
-ચિરાગ કાકડિયા