આપઘાત એટલે શું...
આપઘાત એટલે જયારે કોઇ પોતાના દુ:ખોથી હારી જાયછે અથવા તો પોતાની ઘણી ચિંતાઓથી જયારે તે ઘેરાઇ જાયછે ત્યારે તેનાથી બચવા માટે તેને એક સરળ ઉપાય આપઘાત કરવાનો સુઝેછે...
બસ તેને મરવું એજ તેને તે ઉપાય સમજી લે છે..પાછળનું તે કંઇ જ વિચારતો નથી કે મારા મરી ગયા પછી મારા પરિવાર સભ્યોનું શું થશે! તેને બસ તે સમયે તેનુ પોતાનું જ ટેન્શન તેની આંખ સામે દેખાય છે..
કોઇ દેવાદાર થયો હોય,
કોઇને પૈસાની તકલીફ હોય,
કોઇને બં ટંક ખાવાની સમસ્યા હોય,
કોઇને પોતાની છોકરી પરણાવવાની ચિંતા હોય,
કોઇ બિમારીથી કંટાળી ગયુ હોય..
આવા તો એક નહી અનેક કારણો માણસને હોયછે.
પરંતુ આપઘાત કરવો એજ સરળ રસ્તો હોતો નથી! દરેક સમસ્યાનો હલ જરુર હોયછે..પરંતું તેના માટે થોડોક વિચાર માગી લે છે.. માણસે શાન્ત ચિતે જરાક વિચારવું જોઈએ કે મારી આ તકલીફ નો આપઘાત સિવાય બીજો કોઇ રસ્તો છે! પોતાની તકલીફો બીજાને જરુર શેર કરવી જોઇએ કે જેથી કોઇની નાની મોટી તેને મદદ મળી રહે...એકલી જાતે કરેલો વિચાર તમને આપઘાત કરવા તરફ લઇ જાયછે.
જીંદગી મળી છે તો તેને ખુશીથી જીવી લેવી જોઈએ..સુખ દુ:ખ તો આવ્યા કરેછે..એ જીંદગી જીવવાના બે પહેલું છે..ખાલી એકથી જીંદગી કયારેય જીવાતી નથી..છાંયો સાથે તાપની પણ જરુર હોયછે..એક હાથે તાળી કયારેય પડતી નથી..કોઇ એકથી કામ બનતું જ નથી બેની તો જરુર પડે જ છે..તેમ જીંદગીનું પણ એવું જ છે..જેમ ગરીબ સુખી હોતો નથી તેમ પૈસાદાર પણ વધુ સુખી હોતો નથી..
ઉપરથી ચળકાટ દેખાયછે પણ અંદરથી લાખોની ચિંતાઓથી તે ઘેરાયેલો હોયછે..જેને માનસીક શાન્તિ કહેવાયછે..માનસિક શાંતિ જેવુ બીજુ કોઇ જ સુખ મોટું હોતુ નથી..
જુનાગઢમાં એક બેને બે દિવસ પહેલા જ મરવા માટે ઝેરી દવા ખાઇ હતી..માટે તેમની સારવાર કરવા એક હોસ્પિટલમાં તેમને એડમીટ કરવામાં આવ્યા..ટ્રીટમેન્ટ તેમની ચાલતી હતી પણ એક સમયે હોસ્પીટલમાં જ તેમને એકલતાનો લાભ લઈ ને તે હોસ્પિટલની ઉપરની અગાસીમાં આપઘાત કરવા ચઢી ગયા..પાળી ઉપર ચઢીને નીચેની પાળી ઉપર જરાક બેઠા પણ ખરા..ને વિચારવા લાગયા કે હું શું કરુ! નીચે ઉભેલા વોચમેને આ બધુ જોયું તરત તે દોડીને અંદર સ્ટાફને બધી વાત કરી કે એક બેન આપઘાત કરવા ઉપરની અગાસીમાં ચઢ્યાછે..જલદી જઇને બચાવી લો નહી તો હમણા જ નીચે કુદી પડશે આ જાણી ને સ્ટાફના ઘણા યુવાનો દોટ મુકીને ઉપર ગયા ને આ બેનને આપઘાત કરતાં રોક્યા..ને તેમને બચાવી લીધા..જો આ લોકો થોડાક જ સમય પછી આવ્યા હોત તો આ બેન ખરેખર કુદીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા હોત..ચાલો આમ એક જીંદગી તો મરતી બચી ગઇ..
હવે આ બેનને એવી તે શી તકલીફ હશે તેતો તે જાણે પણ આપણે આવા આપઘાત કરનારાઓને કયા સુધી બચાવીશું!
મરનાર તો ગમે ત્યારે મરી શકેછે..માણસ પોતે વધુ સમજવા તૈયાર હોતો નથી!