Gujarati Quote in Thought by Naresh Gajjar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Salute to....A unsung Hero...

જન્મ આપવાનું કામ ભલે માતા કરતી હોય ,પરંતુ દરેક બાળક એના પિતા નું માનસ સંતાન હોય છે
કારણ કે,જે સમયે પોતાના બાળક નો જન્મ થાય છે તે જ સમયે એ પરણેલા પુરુષ ની અંદર એક પિતા પણ જન્મ લેતા હોય છે.
અને એટલે જ, એક માતા, સંતાનો સાથે નિરાતે ઊંઘી શકે એની સઘળી જવાબદારી પિતાના પોતાના ખભા ઉપર લઇ લેતો હોય છે.

અહી, એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે....જો,
મમ્મી, બાળકને ઉભુ થતાં શિખડાવે તો એક પપ્પા એને ઉભુ રહેતા શીખડાવે છે..

એવી જ રીતે મમ્મી જો,બાળકને ચાલતા શિખડાવે તો,એના પપ્પા એને દોડતા શીખડાવે છે....
બાળક ના ઉછેર માં જેટલો ફાળો મમ્મી નો હોય છે, તેટલું જ યોગદાન પડદા પાછળ રહીને એક પપ્પા નું પણ હોય છે...

સાથે અહી એક સહજ વાત ઉમેરવાનું મન થાય કે,

કોઈ પણ વ્યક્તિ ની અંદર રહેલું બાળપણ, ત્યા સુધી જ જીવિત રહે છે..જ્યાં સુધી એના પિતા હયાત હોય છે...

પિતા ની હયાતી બાદ વ્યક્તિ ની અંદર નું બાળપણ પણ ક્રમશઃ ચાલ્યું જાય છે..

માટે જ, માતા કે મમ્મી ને ભલે આપણે ભગવાન ની સમકક્ષ સ્થાન આપ્યું હોય પણ ,
દરેક વ્યક્તિ ના જીવન ના પડદા પાછળ ના આ હીરો , એટલે કે પપ્પા ના મૂલ્ય અને યોગદાન ને ઓછું આંકી શકાય તેમ નથી.

?Naresh Gajjar ?

Gujarati Thought by Naresh Gajjar : 111197374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now