પહેલા સમયમાં આપણી પાસે keypad ફોન હતા..તેનો ડિસ્પ્લે ઘણો નાનો આવતો હતો તેમાં પણ કેમેરો તો હતો જ..
આ ફોન જયારે આપણી પાસે હતા ત્યારથી અત્યાર સુધી આપણે ફોટો પાડવામાં વધુ ચબરાક રહ્યા છીએ..તે સમયે નાના મોબાઈલ પ્રમાણે નાના ફોટા પડતા હતા ને હાલ હવે મોટી ડિસ્પ્લે વાળા સ્માર્ટ ફોન આવી ગયાછે માટે હવે પહેલા કરતા ફોટા પાડવામાં તેમજ વિડીયો ઉતારવામાં વધુ સગવડતા રહેતી હોયછે..
આવા મોટા ડિસ્પ્લે વાળા મોબાઈલ કયારેક ઘણુ સારુ કામ પણ કરતા હોયછે..
જેમકે આપણે જયારે ટુર પર જઇએ છીએ ત્યારે તેની યાદગીરી માટે આપણે સુંદર સુંદર ફોટા આનાથી લઇ શકીએ છીએ..
ને હવે તો કોઇ જુના કેમેરાઓને પણ સાથે લેતુ નથી કે વાપરતું પણ નથી..કારણકે આજકાલ આવા મોબાઈલમાં દરેક ફંકશન આવી જતા હોયછે..
તેથી કોલીંગ માટે..ફોટા પાડવા માટે અથવા તો કોઇ વિડીયો શુટીંગ માટે પણ આપણો મોબાઈલ ઘણો કામ લાગતો હોય છે...
પણ તમે એવુ હવે સાંભળ્યુ છે કે જો તમે કોઇ એવા ફોટા પાડો કે વિડીયો શુટીંગ કરો તો તમને દંડ પણ થઇ શકે છે...
હા વાત સાચી છે...
જેમકે કોઇ જગ્યાએ એકસીડન્ટ થયો હોય ને જો તમે તેના ફોટા પાડો કે તેનું વિડીયો શુટીંગ કરો તો તમને સોથી ત્રણસો રૂપિયા દંડ પણ થઇ શકેછે..
તે સમયે હાજર પોલીસ હોય ને તે જોઇ જાય અથવા તમારી આજુબાજુ કોઇ કેમેરામાં તમે ઝડપાઇ જાવ તો..
નોઇડા પોલીસે હવે જાહેર કર્યુ છે કે જો તમે કોઇપણ કયાંક ગંભીર એકસીડન્ટ થયો હોય ને તમે તેમને કોઇપણ મદદ કરવાને બદલે તેના ફોટા પાડતા હોવ કે તેનુ વિડીયો ઉતારતા જોવા મળો તો ત્યાં જ તમારે દંડ આપવો પડી શકેછે..
આમતો વાત જરાક સાચી પણ છે કારણકે આવા સમયે ઘાયલ વ્યકતીને આપણી એક મદદ કે સહારાની જરુર હોયછે ને તેને તે સમયે આપણી મદદ ના મળે તો તેનું મરણ પણ થઇ શકેછે..આ કારણે આપણો એક ગુનો પણ બની શકે છે..
પહેલા માનવતા..
તમને કદાચ યાદ હશે કે હમણાં થોડાક દિવસો ઉપર સુરતની તક્ષશીલા નામની એક બિલ્ડીંગમાં આગ લાગવાથી કુલ બાવીસ બાળકોના મૃત્યુ થયા હતા..તેમાં પણ વિશેષ આજ કારણ વધું લોકમાં ચર્ચાયું હતું કે જયારે બાળકો ઉપરથી એક પછી એક નીચે કુદવા લાગ્યા ત્યારે તેમનો જીવ બચાવવાને બદલે ત્યાં ઉભેલા સૈ કોઇ પોતપોતાના મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા હતા..
આવા બધા કારણોસર હવે તેવા સંજોગોમાં કોઇપણ ફોટા પાડવા કે તેનો વિડીયો ઉતારવો તે હવે દંડ પાત્ર ગણાશે...
આ એક ન્યુઝના સમાચાર છે