આંખો ચોળી રડવાનું શું?
ખોટું ત્રાગું કરવાનું શું?
શ્વાસે શ્વાસે હિમ્મત આપી...
ધબકારા માં ભરવાનું શું?
તસવીરો છે? બાળી નાખો..
અંદર અંદર બળવાનું શું?
સંયમ છે જો તારી પાસે?
ચોરે ચૌટે ભસવાનું શું?
એના તેજે ડૂબી જવાશે!
ઊંધા માથે પડવાનું શું?
પ્રામાણિક છે આંખો એની!
એના વાંકો ગણવાનું શું?
તારી વાતો હોય ગમે તે
તારી વાતે ચડવાનું શું?
હસવાથી જો વાંધો હો તો!
રડવા સાથે કરવાનું શું?
ખોલ હકીકત ના પાનાં ને!
જાતે ઘટના ઘડવાનું શું?
ગઝલ ભલે હો, ભૂલ ભરેલી
ભૂલો કરતા ડરવાનું શું?
- પ્રાર્થના જહા