*કમાલ છે ને*
તું પણ કમાલ છે ને?
આમ તાક્યા કરવાનું
ને કહીએ એટલે
નફ્ફટ થઈ
છડેચોક
લવ યુ કહેવાનું..?
તું પણ કમાલ છે ને?
આખે આખુંયે
આયખું
તારી પાછળ
લખી દીધું તોયે
પ્રોમિસોની છડેચોક
વિશ્વાસના અગણિત
વાયદા
માગ્યા કરવાના..?
તું પણ કમાલ છે ને?
-આરતીસોની©રુહાના.!