જાહેરમાં જે પ્રેમ કરે તે, મા અને
ખાનગીમાં જે પ્રેમ કરે તે, પિતા, આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા.
લાગણીઓથી નવડાવનાર મા તો માંગણીઓ પૂરી કરનાર પિતા....!!!!!
ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા.
સંઘર્ષ પિતા પાસે શીખો,
સંસ્કાર મા પાસે શીખો,
ઈશ્વરતો સુખ અને દુઃખ બન્ને આપે છે. જયારે માતા- પિતા સુખ અને સુખજ આપે છે.
મરવા માટે ઘણા રસ્તા હોય છે
પરંતુ જન્મ લેવા માટે એકજ રસ્તો તે "મા".
મા તે મા........