દેહ કાબૂમાં કરી લો,સ્થૂળ લાગો છો સનમ,
સર્વબાજુ થી હવે વર્તુળ લાગો છો સનમ .
લગ્નટાણે વાંસ જેવી પાતળી કાયા હતી;
ને હવે જાણે ખલીનું કુળ લાગો છો સનમ .
ચાર દસકે વાયરો ગોઠણ કને ફૂંકાય છે;
ચાલવામાં એટલે વ્યાકુળ લાગો છો સનમ.
દેહનું પ્રકાંડ વધતું જાય છે ચારે તરફ;
ઝાડનાં ઊંડાં ગયેલાં મૂળ લાગો છો સનમ
ચાલવા કે મોડવાના થૈ ગયા કાયર તમે;
ને વળી આજે સ્વભાવે શૂળ લાગો છો સનમ.
- સલીમ શેખ "સાલસ"