માતૃભારતી બાઇટ્સમાં જોડાયે મને ઘણો સમય થઈ ગયો. શરૂઆતનો તબક્કો ઘણો સારો હતો. માત્ર પોસ્ટની કૉમેન્ટમાં વાતો થતી. એકબીજાની ઓળખાણ માત્ર શબ્દો સુધી જ. કોઈ વ્યક્તિ ભાગ્યે જ કોઈની સાથે અંગત રીતે જોડાયેલું હશે. જાણે એક પરિવાર. પણ સમય સાથે ઘણું બધું બદલાય છે. માતૃભારતી દ્વારા નવી અપડેટ આવી. મેસેજબોક્સ આવ્યું. કેટલાક લોકો અંગત રીતે જોડાતાં થયા. માતૃભારતીનું અપડેટ થવું એ કઈ ખોટું નથી થયું. ઘણાં બધાં નવા મેમ્બર જોડાયા. કેટલાક ને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનું એક સારું માધ્યમ પણ મળી ગયું. જમાના સાથે અપડેટ થવું જરૂરી જ છે. એ કામ માતૃભારતીએ કર્યું. પણ શું આ એપની સાથે આપણે કેટલા અપડેટ થયા ? આપણા વિચારોને આપણે કેટલા બદલી શક્યાં ? પોતાની જાતને જ આ સવાલ પૂછવાની જરૂર છે.
માતૃભારતી પોતાના વિચારો અભિવ્યક્ત કરવા તમને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. ત્યારે આપણે આવી જગ્યા ઉપર આવી અને પોતાના અંગત પ્રશ્નો, વાદ-વિવાદો અને પોતાની લંપટતા બતાવી રહ્યાં છીએ. શું આ યોગ્ય છે ? કોઈ સ્ત્રી પોસ્ટ કરે અને એની પોસ્ટ માં કૉમેન્ટમાં હાઈ, હેલ્લો કરવાનું, એ વ્યક્તિના મેસેજ બોક્સમાં જઈ ગમેતેવા મેસેજ કરવા, જો એ વ્યક્તિ મેસેજનો જવાબ ના આપે તો એની પોસ્ટમાં નીચલી કક્ષાની કોમેન્ટ કરવી. શું આ બધું માણસ તરીકે આપણને શોભે એવું છે ? ભલે તમે કોઈ સ્ત્રીને પોતાની બહેન ના માની શકો. પણ એક સ્ત્રીને એક સ્ત્રી તરીકેનું સન્માન તો આપી જ શકો છો ને ? તમારા ઘરમાં જ રહેલી તમારી બહેન દીકરી કે માતા કોઈ આવા સોશિયલ મીડિયામાં જોડાઈ હશે, ત્યાં કોઈ એમની સાથે આ પ્રકારનું વર્તન કરશે તો એમનાં ઉપર શું વિતેશે ? એ કલ્પના કરીને તો વિચારી જુઓ. ભલે તમે કોઈને આદર ના આપી શકો, પણ કોઈનો અપમાન કરવાનો પણ તમને કોઈ હક નથી.
માતૃભારતીમાં પોસ્ટ કરતાં વ્યક્તિઓ માત્ર પોતાના વિચારો જ રજૂ કરતાં હોય છે. એવું નથી કે એ પોસ્ટ કરે છે તો એ પોસ્ટના શબ્દો તમેના જીવન સાથે જોડાયેલા હશે, એ દુઃખી હશે. એ દુઃખી હશે તો પણ એ ખુશ થવાનો રસ્તો પોતાની જાતે જ શોધી લેશે.
જો તમારી પાસે કોઈને ખુશ કરવાના રસ્તા હોય, કોઈને બહુ જ સારી રીતે સમજી શકવાની ક્ષમતા હોય તો શરૂઆત પોતાના ઘરેથી જ કરો. પોતાના મા-બાપ, ભાઈ-બહેન, પતિ-પત્ની, બાળકો અને મિત્રોને સમજો. એ લોકોને તમારી વધુ જરૂર હશે. સોશિયલ મીડિયામાં કોઈના દુઃખને સમજી શકવાનું નાટક બંધ કરો. સોશિયલ મીડિયામાં એવી લાગણી સાથે આવતા મિત્રોને પણ જણાવુ કે અહીંયા કોઈ એવી વ્યક્તિ નથી મળવાની જે તમારા દુઃખને સમજી શકે, તમારો સાથ આપી શકે. સામેની વ્યક્તિને ના તમે સારી રીતે ઓળખો છો ના એ તમને. તો પછી કઈ રીતે તમે એ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી શકો છો ? સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યાં 99% જુઠ્ઠું જ બોલાતું હોય છે. પોતે જે હોઈએ એના કરતાં બહેતર જ બતાવાતું હોય છે. 1% વ્યક્તિ પણ તમને એવો નહિ મળે જે પોતાની જાતને નબળી બતાવશે. એકબીજા ને સારું લાગે એ રીતની વાતો અને વર્તન હશે. તો શું કામ આ બધી માયાજાળમાં ફસાવવાનું વિચારો છો. બસ જે કામ માટે આવ્યા છો એ કામ કરી ને છૂટા થઈ જાવ. જેટલા ઊંડા ઉતરશો એટલી જ તકલીફ વધુ થશે. એક સાચા અને સારા માણસ બનીને રહો. કોઈ તમારી ઉપર આંગળી નહિ ઉઠાવી શકે.

#નીરવ_પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111192774
પારૂલ ઠક્કર... યાદ 5 year ago

ખૂબ જ સાચી વાત...

D S Dipu શબ્દો નો સાથ 5 year ago

સાચી વાત છે તમારી સર...

D S Dipu શબ્દો નો સાથ 5 year ago

સાચી વાત છે તમારી સર..

Mahendra Sharma 5 year ago

કમેન્ટ ડીલીટ કરવાની વ્યવસ્થા આગલા વર્ઝનમાં આવશે જ્યાં પોસ્ટ કરનારને નહીં ગમતી કમેન્ટ એ ડિલીટ કરી શકશે. અને બીજાની પોસ્ટમાં જો તમે કમેન્ટ અને પાછળથી તમને થયું કે નહોતી કરવા જેવી તો એ પણ ડીલીટ થશે . પણ આ બધું પોસ્ટ કરનાર અને કમેન્ટ કરનાર જ કરી શકે. માતૃભારતી ડીલીટ ત્યારે જ કરે જ્યારે લોકો એની ફરિયાદ કરશે

Umakant 5 year ago

અશ્લિલ કોમેન્ટસ વાંચ્યા બાદ મનમાંથી જલદી ‘ફેવીકોલ’ જેમ ભુસાતી નથી.’ઝેર ખાધા પછી ઓકી નાંખવાથી જીવ બચતો નથી.ક્ષમા કરશો વધુ ચર્ચાનો અર્થ નથી ?

Nirav Patel SHYAM 5 year ago

પણ જે રીતે વર્ષાબહેને વાત કરી એ રીતે જો તમારી નજરમાં એવી કોઈ કૉમેન્ટ નજરે ચઢે તો તમે કમ્પ્લેન દ્વારા કે પોસ્ટ દ્વારા તેને ઉજાગર કરી શકો. આપણે આ જગ્યા ઉપર નિવાસ કરીએ છીએ તો એને સાફ રાખવાની જવાબદારી આપણી પણ છે. ભલે આપણે ભાડાના ઘરમાં વસવાટ કરીએ, પણ ચોખ્ખાઈ આપણે જરૂર રાખીએ છીએ.

Nirav Patel SHYAM 5 year ago

મહેતાસાહેબ... બાઇટ્સ સેક્શન તો માતૃભારતીનો એક ભાગ છે. તેનું મુખ્ય કામ વાંચન સામગ્રી વાચકો સુધી પહોંચાડવાનું છે. નવા લેખકોને પ્લેટફોર્મ પૂરું પડવાનું છે. અને એ કાર્યમાં માતૃભારતી બખૂબી પોતાનું કામ નિભાવી રહ્યું છે. હવે તમે જે વાત કરી રહ્યાં છો એ કોઈપણ રીતે શક્ય થઈ શકે એમ જ નથી. એક મિનિટમાં એક સો કે બસો કોમેન્ટ એક સાથે અલગ અલગ પોસ્ટમાં આવતી હોય તો સ્વાભાવિક રીતે એમાં ધ્યાન ના જ રાખી શકાય.

______ 5 year ago

Matrubharti e app chhe...loko(specially non readers) e mansikta badlvani jarur chhe...app to sari j chhe...n mara jeva readers mate to khub j madadrup chhe...hu jyathi chhu tya mane gujarati sahitya pustak swarupe nathi madtu...to aavi app khub saras lage chhe.etle app ke website bandh karvathi kai nahi thai...bas loko j mansikta badle to saru...n aava loko na messages na ss padi ne bites section ma mukvanu chalu karvu joie jethi bija loko b e joi ne kaik sudhre

Umakant 5 year ago

માતૃભારતીના ચાહકો વાંચીને બેસી ન રહો તમારા વિચારો વ્યક્ત કરો

Umakant 5 year ago

નિરવ ભાઇ, આપની સાથે હું સહમત થઈ શકુ નહિ, જો માતૃભારતી કંટ્રોલ ન કરી શકે તો તેણે વેબ સાઈટ બંધ કરવી જોઈએ. સમાજમાં અશ્લીલતા ફેલાવવાનો ઈજારો-મોનોપોલી- લઈ શકાય નિ. આપણી કહેવત છે” સોડ પ્રમાણે સાથરો”

Nirav Patel SHYAM 5 year ago

એ એટલું સરળ નથી. કારણ કે કોમેન્ટ કરનારો વર્ગ ખૂબ જ મોટો છે. એ બધાની કોમેન્ટ ને ચકાસી પોસ્ટ કરવા સુધીનો સમય માતૃભારતીને પણ ના મળી શકે.

Umakant 5 year ago

આપની વાત તદ્દન સાચી છે અને મારી સંમ્મતિ દર્શાવું છું;પરન્તુ માતૃભારતીએ પોસ્ટમેન-ટપાલી-ન બનતા દરેક કોમેન્ટસને પ્રકાશિત કરતા પહેલા તેને વાંચી ‘Edit’ કરી યોગ્ય લાગે તો દૂર કરવી. વાચકોને છૂટો દોર આપવાની જરૂર નથી. ?

______ 5 year ago

Sachu kahyu?

Urmi Waghela 5 year ago

સાચી અને સમજવા જેવી વાત છે

Abbas khan 5 year ago

બહુજ સાચી વાત લખી છે.......???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now