કોલાહલ
આંખો અને પાંપણો સાથે
થયો સંવાદ
સુખ ને દુઃખ સાથેનો સંવાદ..
બે કિનારા વચ્ચે વહેતી નદી..
જાણે એ જ અદ્લ નદી..
આંખો ભીંજાતી રહી..
નદીઓ વહેતી રહી..
ખુલ્લી પાંપણે કોલાહલ ભર્યો લાગણીનો તંતુ..
સ્વપ્નમાંય વહેતી નદી?
આહા..
પણ એ કેટલી સુખરૂપ હતી..
શોધ્યું એ સુખરૂપ સ્વપ્ન..
અદ્લ રાત્રીનું રુહાનુ સ્વપ્ન..
ભૂંસવા હતાં મારે ખુલ્લી આંખોના સ્વપ્ન..
બંધ આંખે ભલેને વહેતી એ નદીઓ..
સુખરૂપે સદાયે..
નથી છોડવા એ રુહાના સ્વપ્ન..
મા સાથે નવજાત શિશુ માફક..
-આરતીસોની©રુહાના.!