બેંઉને આંખેં આંસું વ્હેતા જાય છે
પ્રેમનું ફળ ચાખી બે જણ પસ્તાય છે
ઝેરના મારણ ઝેર છે જાણે બધાં
પ્રેમના મારણ ક્યાં કદી દેખાય છે
દર્દ સંતાડે છે સિફતથી શબ્દમાં
જેમને વાંચી ચાહકો હરખાય છે
પ્રેમ શું છે જાણી ગયા છે બેઉ જણ
રોજ પસ્તાવો આંખમાં છલકાય છે
એક બીજા મળવાને આતુર હોય રોજ
એ જ લોકો સામા મળ્યે સંતાય છે
હાં અને નાં વચ્ચેય આવી જાય પ્રેમ
ખોલ દેતાં બંન્ને જણા શરમાય છે
તર્ક સાચો ઠેરવવા મથતા જાય બેઉ
એક કોરાણે સત્ય જ્યાં મૂકાય છે
મૌનની પરિભાષા હવે શીખી ગયાં
શબ્દ વાટે જાહેરમાં કહેવાય છે
હું મહોતરમાને મળવાં જાતો નથી
ફોનની વાતોથી વહીવટ થાય છે
– નરેશ કે. ડૉડીયા