દિલ્હીની સડક ઉપર એક લાશ...
કોણ હશે તેને મારનાર..કોઇ સંબંધી..કોઇ પ્રેમી..કોઇ ઘરનું સભ્ય!
એક સાયકલ ઉપર બાંધેલા બોક્સમાંથી નીકળી પાંત્રીસ વરસની અજાણી મહિલાની લાશ..
તે પણ માથા વગરની! ફકત તેનુ થડ જ હતુ..માથું કયાં!
કદાચ કાપીને ફેકી દીધું..એક નાળિયેરની જેમ..
કોઇને એવી તે શી દુશ્મની હશે કે તેને આવી રીતે મારી નાખવામાં આવી!
અરે ભૈ આવી તો દરેક ને કંઇ ને કંઇ દુશ્મની તો હોય છે...કોઇને ભાઇઓ સાથે હોય કોઇને પતિ પત્ની વચ્ચે હોય તો કોઇને સાસુ વહું ને હોય..જીવન છે એટલે આવુ તો ચાલ્યા જ કરવાનું..
દરેકને એક બીજા ઉપર પ્રેમ ભાવ ના પણ હોય..
કોઇને પૈસાની લેતી દેતી..કોઇને પ્રેમમાં નિષ્ફળતા હોય..કોઇને મિલક્તની માથાકૂટ હોય..બસ આમાંથી ઉદભવે છે એક બીજાને દુશ્મની..
જેમ કોઇકનો ગુસ્સો ને બીજાનું મોત..એક જીદગી જીવી જાયછે ને બીજી જીંદગી ખલાસ થાયછે..
જન્મે એ લડે ને લડે એ મરે..
બસ આમજ આપણુ કિંમતી જીવન સમાપ્ત થાયછે..
પછી ઉપર સ્વર્ગમાં ભગવાન પુછે કે કેવુ જીવન તમે જીવીને આવ્યા..તો આપણે શું કહેવાનું!
તો કહેવાનું કે..બહું જ સરસ..મારામારી ને કાપામ કાપી!
આને માર્યો ને તેને કાપ્યો..
પણ હા પ્રભુ અમે નીચે દશ વર્ષની જેલ પણ ભોગવીને આવ્યા છીએ..
ખામોશ..બચ્ચા ભગવાન ગુસ્સે થયા ને બોલ્યા એ તમારી હાઇકોર્ટ હતી પણ આ મારી સુપ્રીમ કોર્ટે છે.
અહિ દરેકે ફરી હિસાબ આપવો પડે છે..દરેકની નવી ગેમ નવો દાવ અહિંથી શરું થાયછે..મારાથી.
ભગવાન વિચારે છે આને પુથ્વી ઉપર સારા કર્મો તો કર્યા નથી..એટલે હવે ફરી ફરી મનુષ્ય અવતાર આપવા જેવો નથી!
ચાલ આને તો હવે બળદનો અવતાર આપું..જેથી લોકો તેને ખેતરે બહુ મારે..કોણે કેવી વેદના મારની થાયછે તે તો આને સમજ પડે..
આમ લાશ માથા વગરની હતી..
કારણ કે માથુ હોત તો લાશની ઓળખ પણ સહેલાઇથી થઇ શકે..આથી જ મારનારે માથુ કાપી નાખ્યુ હશે..!
છે કોઇ માણસને બીજા માણસની કિંમત! હવે તો માણસો પણ બીજા માણસોને એક ઘરની શાકભાજીની જેમ કાપતા થઇ ગયા છે...
કોઇ હાથ કાપે..તો કોઇ પગ કાપે..તો કોઇ માથુ કાપે તો કોઇ બીજુ જ કાપે!..
કાપો જેટલુ કપાય તેટલું..!
દુશ્મની આમ જ ઓછી થતી નથી! પરંતું આવી રીતે તો દુશ્મની ઓર વધે છે..ને પછી તો એકબીજાઓ ઉપરનો પ્રેમભાવ પણ ઓછો થઇ જાયછે..
આપણું શરીર એક માટી (રાખ) નું છે..શી દુશ્મની એકબીજા ઉપર રાખવાની!
સાથે રહો, સંપીને રહો, પ્રેમભાવથી રહો, કોણ કેટલું જીવશે! એક દિવસ તો સૈએ જાવાનું જ છે, કંઇ સાથે તો આવવાનું નથી તો આટલી દુશમની કે આટલી મોહમાયા શા કામની!
જીવન છે આપણુ તો એક જલસાથી માણો..પ્રેમ મહોબબ્તથી માણો..
સૈએ તો એક જ જગ્યાએ જવાનું છે..તો સાથે મળીને ચાલીએ ને સાથે મળીને રહીએ બસ એ જ ખુશી સિવાય જીવનમાં બીજુ કંઇજ મળવાનું નથી