ખુલ્લમ ખુલ્લો મારે પ્યાર નથી કરવો ;
ક્યાંયે જેવો તેવો વાર નથી કરવો .
હું મારું ને તું તારું વિચારી લે ;
એકબીજાનો આજ વિચાર નથી કરવો.
ક્યાં લગ જીવ બળતો રહેશે બીજા માટે ;
પોતાના સાથે વ્યભિચાર નથી કરવો
જેની માટે રાત અને દિવસ સરખા;
એની ઉપર અત્યાચાર નથી કરવો.
આજે મારે કંઈક નવું કરવું છે ;
આજે તો એકેય વિચાર નથી કરવો .
શાને તું દરવખતે આવું જ કરે છો ?
આ વખતે શનિનો રવિવાર નથી કરવો.
-દીપક સોલંકી રહીશ