?આરતીસોની?
?બેસ્ટ જિંદગી?
ચિંતા કરવાનું કામ હવે હું નથી કરતી..
પરમ પિતા પરમાત્માથી
નોખી કે સંતાડેલી કોઈપણ
ગુપ્ત વાતો હું નથી રાખતી..
ચાલીસી પછીની મારી આ જિંદગીમાં…
દર્પણને હવે હું નથી સતાવતી..
ઉંમરની ચાડી ખાતા વાળને
કલર કરી પરમ સુખ પામું છું…
બેતાલાના ચશ્માંથી સમજણના..
પરિપકવતાનો લુક આપી
આકાશમાં ઉડવાનો..
પરમ આનંદ ઉઠાવું છું..
મેચ્યોરિટીનું નામ આપી એના પર
સઘળું છોડી દીધું છે.. જે હવેથી
કાયમ મને એજ જગાડે છે..
ને એજ સુવાડે છે…
પ્રોઢાવસ્થાને રેસ્ટ આપી જવાબદારીમાંથી
મુક્ત થયાની પાંખો પહેરાવી
આસમાનમાં ઉડી જમાના સાથે
રુહાનો તાલ સાંધી વેસ્ટ થતી
જિંદગીને બેસ્ટ બનાવું છું..
આરતીસોની©રુહાના.!
…