દીકરો નાનો હતો ત્યારે મમ્મી પૂછે કે તું
કોનો દીકરો ? તો દીકરો કહેતો :
"મમ્મીનો....!"
ને મમ્મી પપ્પાને ડિંગો બતાવતા !
ને પપ્પા પૂછે કે તું કોનો દીકરો ?
તો દીકરો કહેતો :
"પપ્પાનો....!"
ને પપ્પા મમ્મીને ડિંગો બતાવતા !
દીકરો બહુ સમજદાર હતો ....
દીકરો પરણાવવા લાયક થયો ને એને
પરણાવી દીધો.
હવે દીકરાની વહુ
દીકરાના મમ્મી-પપ્પાને
ડિંગો બતાવે છે . . . ! !
- નિનાદ અધ્યારુ