આજે પણ યાદ છે કે "દીકરા"નાં નાના અને નરમ હાથની નાજુક આંગળી પકડી ને પ્રથમ દિવસે તેને નિશાળે મુકવા ગયો હતો ત્યારે ભીંત પર "શ્રવણ" નું કાવડ સાથે નું ચિત્ર જોઈને તેને પુછેલુ કે બાપુ બાપુ આ કોણ છે ત્યારે મેં કહેલું "બેટા" શ્રવણ તારે પણ મોટા થઈને શ્રવણ જ બનવાનું છે
આજે વર્ષો પછી એજ દીકરો કઠણ થયેલા હાથે પિતા નો હાથ પકડીને "વૃધ્ધાશ્રમ" માં મુકવા આવ્યો ત્યારે વૃધ્ધાશ્રમ ની એક દીવાલ પર પેલું એ જ શ્રવણ નું કાવડ સાથે નું ચિત્ર દોરેલું હતું જેને જોઈને સમજવાનું હતું તે સમજ્યો નહીં અને જેને સમજાયું તેનાથી બોલી શકાયું નહીં.