મારો સખા એકાંત
એકાંત મારો સખા! હા મને મારા સખા એકાંત સાથે ચિંતન કરવાથી ખાસ વિશિષ્ટ શક્તિ મળે છે.. સુખ હોય કે દુઃખ જીવન પરત્વે મારું કૃતજ્ઞ કરું એટલું ઘટે.. કેટલાક દુઃખ ટાળવા જેવા હોવા છતાં પણ ટળાતાં નથી.. એકાંતમાં ચિંતન કરી ડહાપણ ભર્યા વર્તન દ્વારા સહન કરે જ છુટકો છે.. દુઃખના મહાસાગરમાં ડૂબકી લગાવી સુખ રૂપી મોતી શોધવાનું કામ એક પરમ સખા એકાંત જ કરી શકે અને એ એકાંતને સખા બનાવી અત્યંત વિકટ પરિસ્થિતિમાંથી પણ વ્યક્તિ દ્રષ્ટિ સુખ પ્રાપ્ત કરી શકે..
સખા એકાંત સાથે દિવ્યપરમ શાંતિ મળે છે.. અવાજો મુક્ત ખુદને શોધવાની શરૂઆત છે.. શૂન્ય મસ્તિષ્ક બેસી પરમ સખા એકાંત સાથે શ્વાસ ઉચ્છવાસનો તિવ્ર અવાજ, નથી કોઈ વેદના કે નથી કોઈ સંવેદના.. ઈશ્વર સાથે મુલાકાત કરવા સખા એકાંત, અશુદ્ધ વિચારોને મૂર્ખ બનાવી ચાલાકાઈથી સર્વશ્રેષ્ઠ આનંદની અનુભૂતિ કરાવે છે.. વિચારોના ટોળાને જાકારો આપી પરમ સખા એકાંતને સંવેદનશીલ ગણાતા એવા મન સાથે ચિંતન કરી હું પરમ સુખને પામુ છું..
જીવનમાં એકલું છલકતું સુખ જ હોય તો અસહ્ય થઈ રહે છે.. સંસારમાં સુખ અને દુઃખ રેલ્વેના બે પાટા સમાન છે.. સંસારમાં કંઈજ શાશ્વત નથી.. એકેએક વસ્તુઓનો અને એકેએક જણનો અંત અને પરિવર્તન નિશ્ચિત છે..
-અસ્તુ
-આરતીસોની © રુહાના.!