ચિરાગ
ચિરાગ મારે બસ
એટલું જ કહેવું છે કે તું
ધીમે પ્રકાશ.. કાશ એ વખતે
આપણે બંને સાથે પ્રગટ્યાં હોત!
એ સળગતાં રહેવાની
સંભાવનામાં જીવ્યાં હોત..
તે કહ્યું હતું..
બસ શગ!
હવે ધીમી ચાલ ચાલી,
ઘણા બધા સપનાઓ
હંફાવવા છે.. સળગતાં રહી
મારા એ બધાંને ટાઢક આપવી છે..
કેટલીક લાગણીઓનો ભાર ઉંચકી
ચાલવું છે.. રેતી સમા સરકતા
સમયને અને અંધકારને
હંફાવી રોશની
પ્રકાશવી છે..
ચિરાગ, બસ એ બધાંમાંથી તું
છટકી ન જાય એ માટે રુહાના,
હ્રદયમાં ટકવું છે..
જ્યાં જ્યાં હતો ચિરાગ તારો છાયો..
ત્યાં તારા તળે શગનો હતો પડછાયો..
આરતી સોની @રુહાના.!
બોપલ, અમદાવાદ.