પૂર આવતા પહેલા તું પાળ બાંધીલે,
ફસાઈ ન જાવ ઝુલ્ફમાં તું વાળ બાંધીલે.
છુ સાચ્ચે વીદ્રોહી હું સુરાના રસનો,
મુજ ખાતર આંખોમાં કમાળ બાંધીલે.
કરી શકે ઘાયલ એવા કો'રૂપ ન મળ્યા,
હો તારામાં હિંમત વીંધવા બાણ બાંધીલે.
ભાગ્યે નસીબમાં દર્દની ખાઈ હો' કોઈના,
તને મળે પેલા પ્રણયનો ઢાળ બાંધીલે.
"પ્રતીક"જાણી આનંદનું પામ્યો પ્રેમરોગ,
બે ખાનું હૃદય ઉપર એક માળ બાંધીલે.
Dp,"પ્રતીક"