"વિશ્વ પર્યાવરણદિન"
અહીં ટહુકા બિમારીથી સખત પીડાય છે સાહેબ,
કહો તમને વ્યથા એની કદી સમજાય છે સાહેબ.
નગરના ઝાડનું બી.પી તમે માપો ખબર પડશે,
પ્રદૂષણથી એની છાતી બહું ભીંસાય છે સાહેબ.
અગર કરવો જ હો અભિષેક નાના છોડ પર કરજો,
તમારી એક કાણી પાઈ ક્યાં ખર્ચાય છે સાહેબ.
ચઢાવો લોહી લીલું તો ફરક પડશે, મલમથી નૈ,
ધરાના ઘાઁવ તો વરસાદથી રુઝાય છે સાહેબ.
બે, મોંઘી કાર ઘરના આંગણે ને ઝાડ એક્કે નૈ,
ગરીબી શેઠજીની ક્યાં કદી દેખાય છે સાહેબ.
રાકેશ સગર,સાગર,વડોદરા