?આરતીસોની?
?વૈશાખી ગીત?
વૈશાખી વાયરો લહેરાયો..
હેં સાજણ..
લીલોછમ્મ આવકારો મીઠો આપજો
વૈશાખી વાયરો લહેરાયો..
રજવાડા હાર,કંકણ,ચૂડા પ્હેરાવજો
હેં સાજણ..
શરણાયું તાલે સાખે તોરણીયા બંધાવજો
વૈશાખી વાયરો લહેરાયો..
અબોલ લોચનિયે આંસુડાં ઠારજો
હેં સાજણ..
દોમદોમ બળબળ વેદના પ્રકાશ રેલાવજો
વૈશાખી વાયરો લહેરાયો..
અંધારું વ્હાલમ્ નવ દેઈજો
હેં સાજણ..
આતમે કરફ્યુનો પડઘમ નવ દેઈજો
વૈશાખી વાયરો લહેરાયો..
-આરતીસોની©રુહાના.!