ગીત
મેઘ મલ્હાર ગાઓ સજનવા
મેઘ મલ્હાર ગાઓ..
ઝરમરીયો વરસાવો સજનનવા
ગરજ ગરજ ઓ.. મેઘો વરસ
ગરજ ગરજ વરસો મેઘા
તરસ્યાં થયાં મોર પપીહા કોયલ ટહુકા
જલનતા ઠારો શીતળ સજનવા
મેઘ મલ્હાર ગાઓ..
ફર ફર ફર ફર ફોરા ફરક્યા
ગરજ ગરજ ઘનઘોર ગર્જ્યા
મેઘ મલ્હાર ગાઓ..
ઝરમર ઝરમર વરસો સજનવા
રોમરોમ તરબોળ કરો સજનવા
મેઘ મલ્હાર ગાઓ..
ધરતી ડોલે, ડોલે વાડી, ઢોર, ઝાડી
અમૃત માંગે,
ગાજે અંબર,
વાગે ઢોલડા
મેઘ મલ્હાર ગાઓ..
મેઘ મલ્હાર ગાઓ સજનવા
મેઘ મલ્હાર ગાઓ..
આરતીસોની©રુહાના.!