શબ્દને સથવારે...
ક્યારેક છળકપટથી ભરી આ જિંદગી લાગે છે,
જાણવા છતાં અંગત અજનબી સમા લાગે છે !
ક્યારેક વધુ પડતો વિશ્વાસ ડગમગતો લાગે છે,
ત્યારે શબ્દને સથવારે વિતાવવું જીવન લાગે છે.
ચહેરા પર ખુશી પણ ડર દિલને કાયમ લાગે છે,
એક પગલું ખોટું ભર્યુને જીવન સમાપ્ત લાગે છે.
પળેપળનો અનુભવ ક્યારેક ખૂબ ઘાતક લાગે છે,
શાને જીવતર મારું મને આટલું આકરું લાગે છે ?
શું હોઈ શકે ફરિયાદ મારી અને હશે તો પણ કોને?
બસ, હવે અમે ગુનેહગાર ને સૌ બેકસુર લાગે છે.
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.