સુરતમાં થયેલી હોનારતમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ ??
એક અવાજ મૌન થઈ ગયો...!
મમ્મી હું જાઉં છું હવે ! બસ થોડું ભણીને આવું,
આટલું જ કહ્યું ને પછી અવાજ મૌન થઈ ગયો !
સાયન્સ લેવું છે મારે, બોલ સખી તે શું વિચાર્યું ?
જવાબ મળે પહેલા એ અવાજ મૌન થઈ ગયો !
બેઠાં હતાં ક્લાસમાં કંઇક નવું શીખવાને હજી તો,
શબ્દ કાગળ પર ઉતરે પહેલા અવાજ મૌન થઈ ગયો.
કેટલી જીજ્ઞાશા, કેટલી મહત્વકાંક્ષા, ભોંઠી પડી,
લક્ષ્ય સૌનું જાણવા પહેલા અવાજ મૌન થઈ ગયો.
થશે અકસ્માત ગોઝારો કોણે સ્વપ્ને વિચાર્યું હતું ?
ઉંચી ઉંચી ચીસ પાછળ એ અવાજ મૌન થઈ ગયો.
હમણાં તો હસતાં હતા ફૂલ, કેવા મુરઝાઇ ગયા !
કોકની ભૂલમાં, શાને મારો અવાજ મૌન થઈ ગયો ?
મિલન લાડ. વલસાડ.