ખબર ના હતી...!
એક સાંજ આમ આવીને મળશે, ખબર ના હતી,
એને મળ્યાની ખુશી અનહદ થશે, ખબર ના હતી !
સપના મારા ક્યારે હકીકત બનશે, ખબર ના હતી,
સમીપ ભાળી એમને, ચોંકી જવાશે, ખબર ના હતી !
આમ અકસ્માતમાં ફરી હૃદય ઘવાશે, ખબર ના હતી,
ગુનેહગાર એમનું મધુર હાસ્ય ઠરશે, ખબર ના હતી !
ઈર્ષ્યાળુ સમય આમ અધીરો બનશે, ખબર ના હતી,
મૌન થઈ એકમેકને નિહાળતા રહેશું, ખબર ના હતી !
ખુશ છું હું ! પણ, એય એટલાજ થશે, ખબર ના હતી,
સત્યથી પરે જઈ આમ જીવી લેવાશે, ખબર ના હતી !
*મિલન લાડ, વલસાડ, કિલ્લા પારડી.*